તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ડીસામાં વેક્સિન માટે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આવેદન

ડીસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસી મુકાવા સવારથી લોકો સેન્ટર પર આવી જાય છે

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિન રસીની અછત સર્જાઈ છે. જેના લીધે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં બુધવારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ડીસા પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા ડીસા શહેરમાં ઉભા કરવામાં આવેલા વેક્સિન સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે અને શહેરમાં માત્ર બે જગ્યાએ વેક્સિન રસી મુકવામાં આવી રહી છે. જેનાથી વેક્સિન રસી મુકાવવા લોકોની ભીડ એકત્રિત થાય છે અને ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા સેવાઈ રહી છે.

લોકોને વેક્સિન રસી મળતી ન હોઇ લોકો ધક્કા ખાઇ રહ્યા છે. અત્યારે ગરમીમાં પણ લોકો વેક્સિન રસી મુકાવા સવારથી અર્બન સેન્ટરો ઉપર લાઈનમાં ઉભા નજરે પડી રહ્યા છે. જ્યાં પીવાનાં પાણીની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. ત્યારે શહેરમાં કોરોના સંક્રમણ ફરીથી ના ફેલાય અને લોકોને કોરોના વેક્સિન રસી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...