તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બકરી ઇદને લઈને પશુઓની હેરફેર માટે પરમિટ હોય તેમને હેરાન કરવા નહિ તેવા પરિપત્રથી રોષ

ડીસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીજીપીના નિર્ણયને પાછો ખેંચાય તેવી જીવદયા પ્રેમીઓની માંગ

આગામી સમયમાં યોજાનાર બકરી ઇદને લઇને એડિશનલ ડીજીપીએ આદેશ કર્યો છે કે બકરી ઈદ આવે છે તો પશુઓની હેરફેર માટે પરમીટ હોય તો તેમને હેરાન કરવા નહિ. તેઓ આદેશ કરતા જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આગામી તા.21 જુલાઇના રોજ બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે તે દિવસે મોટા પ્રમાણમાં પશુઓની હેરાફરી થતી હોય છે. ત્યારે અનેકવાર જીવદયા પ્રેમીઓ દ્વારા મોટા પ્રમાણમાં અબોલ પશુઓને કતલખાને જતા રોકાવી તેમને બચાવવામાં આવે છે. પરંતુ એડિશનલ ડીજીપી પોલીસ દ્વારા બકરી ઇદ આવી રહી છે.

જેથી પશુ હેરફેર કરતા પાસે ગાય કે ગૌવંશ સિવાય ના પશુઓનો પરમીટ હોય તો હેરાન કરવા નહિ જવા દેવાનો એવો આદેશ પોલીસને કરવામાં આવ્યો છે. જેથી જીવદયા પ્રેમીઓમાં આ આદેશને લઈને રોષ જોવા મળી રહ્યો છે. જીવદયા પ્રેમીઓ જણાવી રહ્યા છે કે ડીજીપી દ્વારા ગેરકાયદેસર આદેશ કરવામાં આવ્યો છે. જે પશુઓની હેરાફેરી કરતા શખ્સો પાસે કયું પરમીટ છે. સાચું છે કે જૂઠું તેની તપાસ કરવામાં આવે અને આ આદેશના આડમાં અનેક પશુઓને લઈ જવાશે. જેથી આ આદેશ યોગ્ય નથી તેમજ આ આદેશને પાછો ખેંચવામાં આવે નહિતર આગામી સમયમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...