હુમલો:ડીસાના બેકરી કૂવા વ્હોળા વિસ્તારમાં જૂની અદાવતે ઘરવખરી તોડી નાંખી

ડીસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા ઉત્તર પોલીસ મથકે છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં જૂની અદાવતને લઇ હુમલો 6 શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે સોની પરિવારના ઘર પર હુમલો કરતાં ડીસા ઉત્તર પોલીસ મથકે 4 શખ્સો સહિત બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ડીસા શહેરમાં નજીવી બાબતે તેમજ જૂની અદાવતને લઈ દિવસેને દિવસે હુમલાઓ તેમજ મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે તેમજ અસામાજિક તત્વો ડીસામાં ભારે આતંક મચાવી રહ્યા છે.જેથી સ્થાનિક લોકોમાં પણ પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.ત્યારે ડીસાના બેકરી કુંવા વ્હોળા વિસ્તારમાં રહેતા મુકેશ પુખરાજભાઈ સોની અગાઉ પ્રકાશ અમરતભાઈ રાવલ સાથે બોલાચાલી થતા મુકેશભાઈ સોનીએ ફરિયાદ કરેલ જે અદાવત રાખી શુક્રવારે મોડી રાત્રે પ્રકાશ અમરતભાઈ રાવલ, મહેશ ઉર્ફે ટકો શામળભાઈ લુહાર, અરવિંદ ઉર્ફે દડિયો માલાભાઇ રાવલ ,નરેશ ગણેશપુરી ગૌસ્વામિ તથા બે અજાણ્યા શખ્સો હાથમાં તીક્ષ્ણ હથિયાર લઇ મુકેશભાઈ સોનીના ઘરે હુમલો કર્યો હતો.

ઘરમાં પડેલ ઘરવખરીનો સામાન વેરવિખેર કરેલ તેમજ સિમેન્ટના પતરા તોડી નાખી ફ્રીજ, ખુશીઓ ,એર કુલર, વોશિંગ મશીન સહિત ઘરમાં પડેલ સામાન તોડી નુકસાન કરી ત્યાંથી તમામ શખ્સો જતા રહેલ જે બાદ મુકેશભાઈ પુખરાજ ભાઈ સોનીએ પ્રકાશ અમરતભાઈ રાવળ ,મહેશ ઉર્ફે ટકો શામળભાઈ લુહાર ,અરવિંદ ઉર્ફે દડીયો માલાભાઈ રાવળ , નરેશ ગણેશપુરી ગૌસ્વામી તેમજ બીજા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ દિશા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...