કાર્યવાહી:ભીલડીના રતનપુરા નજીક તેલ ભરેલું ટેન્કર ગટરના પાણીમાં ખાબક્યું

ભીલડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના જયપુરથી રાયડા રિફાઇન તેલ ભરેલું ટેન્કર નંબર જીજે-12-એટી-7280 શનિવારની રાત્રે ડીસા તાલુકાના ભીલડી નજીક ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં રતનપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રના આગળના ગટરમાં પાણીમાં ટેન્કર ખાબક્યું હતું. જો કે ચાલક ટેન્કર મુકી ભાગી ગયો હતો. ટેન્કરમાં તેલ પણ નથી અને ગટરમાં તેલ વહેલું દેખાતું નહી જેને લઇને શંકા કુશંકા ઉપજી છે.

ટેન્કરમાં અંદાજે 35 થી 40 લાખનું તેલ બારોબાર વેચીને ઇરાદા પૂર્વક ટેન્કરને પલટી ખવડાવી હોવાનું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતાં હાલ કોઇ ફરીયાદ દાખલ થઇ નથી અને ટ્રાન્સપોર્ટના માલીકને બોલાવેલ છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવા જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...