ફરિયાદ:ખરડોસણમાં ઘઉંમાં ભાગ કેમ આપતા નથી તેમ કહીં હુમલો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આસેડાના બે ભાઈ સામે ડીસા પોલીસ મથકે ફરિયાદ

ડીસા તાલુકાના ખરડોસણ ગામે બે ભાઈએ ઘઉંમાં ભાગ કેમ નથી આપતા તેમ કહીં હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડીસાના ખરડોસણના ઠાકોરવાસ ખાતે રહેતા હેમજી કરશનજી ઠાકોર ગત ગુરૂવારે સાંજના સાતેક વાગ્યાના સુમારે કાકાના દીકરા પિતરાઈ ભાઈ પારજીજી બાઇક લઈ આસેડા ખાતે દૂધ ભરાવવા માટે ડેરી તરફ જતા હતા.

ત્યારેે રસ્તામાં ઊભેલા આસેડા ગામના કીર્તિજી કાંતિજી ઠાકોર અને તેના ભાઈ કૈલાસજી કાંતિજી ઠાકોર કહ્યું કે તમે મારા ભાણેજના ભાગના ઘઉં કેમ આપતા નથી તેમ કહેતાં હેમજીભાઈએ કહ્યું કે તેમના ભાગના ઘઉં અમે આપી દીધા છે, વધારાના ઘઉં કેમ આપીએ કહેતા બંને જણ ઉશ્કેરાઈને લાકડી વડે હુમલો કરી માર મારવા લાગ્યા હતાં. બંને જણ આજે તું બચી ગયો પણ હવે હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપ્યાની બંને બાઈ સામે ફરિયાદ નોંધવી છે.

અન્ય સમાચારો પણ છે...