તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ડીસા-પાટણ હાઇવેની મરામત,પેવરિંગ કામ ગુણવત્તા મુજબ નહીં થતાનો આક્ષેપ

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીસા-પાટણ રોડ ઉપર પેવરીગ કામગીરી ચાલી રહી છે. - Divya Bhaskar
ડીસા-પાટણ રોડ ઉપર પેવરીગ કામગીરી ચાલી રહી છે.
  • સ્થળ નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ મુકવાં આમ આદમી પાર્ટીની માંગ

ડીસા-પાટણ હાઇવે રોડ ઉપર હાલમાં રોડની મરામત અને પેવરીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રોડની કામગીરી ગુણવત્તા વગરની થતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. આમ આદમી પાર્ટી દ્વારા સ્થળ તપાસ કરી રોડની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. બનાસકાંઠા અને પાટણ જીલ્લાને જોડતા ડીસા-પાટણ રોડને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બન્ને સાઇડો વધારીને પેવરીગની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં ડીસાના નવા ગામથી માર્કેટયાર્ડ ત્રણ રસ્તા સુધીના રોડને પહોળો અને મરામત ચાલી રહી છે.

આ રોડ ઉપર દિવસભર હજારો વાહનોની અવરજવર ચાલે છે. ત્યારે રોડની મરામત કામગીરી આવકાર દાયક છે પરંતુ રોડની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતાં ગેરરીતીની આશંકાઓ સેવાઇ રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી સહિતે રોડની કામગીરી અંગે જાત તપાસ હાથ ધરી ગુણવત્તા વગરનું કામ ચાલતું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે ભેમાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ડીસાથી પાટણ હાઇવેના રોડના સાઈડ વધારવાનું અને ત્યારબાદ આખા રોડનું પેવર કામ કરવામાં આવેલ છે તે કામ તદ્દન ગુણવતા વગરનું અને તખલાદી કરવામાં આવેલ છે.

પ્રથમ વરસાદમાં ધોવાણ થઇ ગયેલ છે.જેથી આ રોડ કોન્ટ્રાકટરની સામે પગલાં લઈ દંડનીય કાર્યવાહી કરીને બ્લેક લિસ્ટમાં મુકવો જોઈએ. જો તેમ કરવામાં નહીં આવે તો આ વિસ્તારની જનતા ઉગ્ર આંદોલન કરશે તેની તમામ જવાબદારી જે તે ખાતાની રહશે.’

અન્ય સમાચારો પણ છે...