અકસ્માત:ડીસામાં રિક્ષાની ટક્કરથી એક્ટિવા ચાલકને ઇજા, રોડ વચ્ચે હોબાળો

ડીસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને સારવાર અર્થે લઈ ગયા બાદ મામલો થાળો પડ્યો

ડીસા-પાલનપુર હાઇવે પર આવેલી દિપક હોટલ પાસે રોડ પર ઉભેલા એકટીવા ચાલકને રિક્ષા ચાલકે ટક્કર મારતાં ઘટના સ્થળે રિક્ષા ચાલક અને લોકો વચ્ચે હંગામો સર્જાયો હતો.

મંગળવારે ડીસાના દિપક હોટલ પાસે ઊભા રહેલા એક્ટિવા ચાલકને પાછળથી રિક્ષા ચાલકે જોરદાર ટક્કર મારતા એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો અકસ્માત કરી રિક્ષા ચાલક ફરાર થતા દિપક હોટલ પાસે સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. અને દિપક હોટલ પાસે રિક્ષા ચાલક અને સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી થતાં હંગામો સર્જાયો હતો. જે બાદ રિક્ષા ચાલકે અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર અર્થે લઇ જવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...