ડીસાના ભોયણ ગામનો શખસ સગીરાને લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. જેને દિલ્હીમાં પોતાના મિત્રને ત્યાં રાખી દુષ્કર્મ કરતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જે અંગેનો કેસ શનિવારે ડીસા કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ કર્યો હતો. તેમજ સગીરા અને યુવકને રાખનારને એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 1000નો દંડ કરાયો હતો.
ભોયણ ગામના કમલેશભાઈ ચમનભાઈ મજીયાતર સગીર વયની દીકરીને અગાઉ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ગાડીમાં બેસાડી દિલ્હીમાં દિનેશભાઈ મફાભાઈ મજીયાતરના ઘરે લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો ભોગ બનનાર દીકરીના પિતાએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તપાસ કરનાર અધિકારીએ યોગ્ય તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસમાં બીજા એડિશનલ સેશન્સ જજ બી.જે.દવેની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નીલમબેન વકીલની સ્ત્રીઓ પર થતા અત્યાચાર તથા તાજેતરમાં સગીર વયની દીકરીઓ ઉપર બળાત્કારના ગુનામાં વધતા જતા હોય આવા કેસમાં વધુમાં વધુ સજા કરવા દલીલો કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી કમલેશભાઈ ચમનભાઈને તથા પોસ્કો એક્ટની કલમના ગુનામાં કસૂરવાર ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10,000 હજારનો દંડ કર્યો હતો.
અને જો દંડની રકમ ન ભરે તો વધુ 3 મહિનાની સખત કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ આરોપીની દિનેશભાઈ મફાભાઈ મજીયાતરને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 1000નો દંડ કર્યો છે. ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી બનાસકાંઠાની આ ગામના ભોગ બનનારને રૂપિયા પાંચ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.