તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:ધાનેરા તાલુકાની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની કેદ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો
  • સગીરાને વળતર પેટે રૂપિયા સાત લાખ ચૂકવવા આદેશ

ધાનેરા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં સગીર યુવતી પર બળાત્કાર ગુજારનાર આરોપીને ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. જ્યારે સગીરાને વળતર પેટે રૂપિયા સાત લાખ ચૂકવવા આદેશ કર્યો છે. ધાનેરા તાલુકાના ખીંમત ગામે રહેતો રવાજી મફાજી કોળી એક સગીર વયની યુવતીને તેના મિત્ર બકાજી કોળીના બાઈક પર લઈ ગયો હતો. અને અલગ અલગ જગ્યાએ ફેરવી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું.

જે અંગે પોલીસે રવાજી મફાજી કોળી અને બકાજી કોળી સામે ઈપીકો કલમ 363, 366, 376, 114 મુજબ તેમજ પોક્સો એક્ટ ની કલમ 4,6,8 મુજબ ગુનો નોંધી ચાર્જશીટ કર્યું હતું. જે કેસ ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે બી.જી. દવે એ સરકારી વકીલ નીલમબેન બ્રહ્મભટ્ટની દલીલોના આધારે રવાજી મફાજી કોળીને કલમ 376 અને પોક્સો એક્ટની કલમ 4,6,8 ના ગુનામાં કસૂરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

જ્યારે રૂપિયા પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સખત કેદ નો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભોગ બનનાર સગીરાને રૂપિયા સાત લાખ વળતર પેટે ચુકવવાનો પણ આદેશ કર્યો હતો. જ્યારે સહ આરોપી બકાજી કોળીને નિર્દોષ ઠરાવી છોડી મૂકયો હતો.

અન્ય સમાચારો પણ છે...