તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડીસાના ટેટોડા ગામની 10 વર્ષિય કિશોરીનું અપરહણ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરેથી નીકળ્યા બાદ સાંજ સુધી પરત ના ફરતા પરિવારે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ડીસા તાલુકાના ટેટોડા ગામે 10 વર્ષીય કિશોરી બપોરે ઘરેથી નીકળ્યા બાદ સાંજ સુધી પરત ના ફરતા પરિવારજનો દ્વારા ભારે શોધખોળ બાદ પણ તે મળી ના આવતા આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ટેટોડા ગામે રહેતા મંગલપુરી વાઘપુરી ગોસ્વામી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગલપુરીને છ સંતાનો છે. જેમાં ચાર દીકરી અને બે દીકરા છે. ત્યારે શુક્રવારના રોજ સૌથી નાની દીકરી અંજલી બપોરે ઘરેથી ગામમાં જવાનું કહી નીકળી હતી અને મોડી સાંજ સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી.

સમગ્ર ગામમાં કે આસપાસમાં તેમની દીકરી અંજલ મળી ના આવતા તેમના સગાસબંધીને ત્યાં પણ તપાસ કરવા છતાં પણ તેનો પતો લાગેલ નહીં. જેથી આ મામલે મંગલપુરી ગોસ્વામીએ ડીસા તાલુકા પોલીસે તેમની 10 વર્ષીય દીકરીનું કોઈ અજાણ્યા શખ્સો અપરહણ કરી ગયા હોવા બાબતે ફરિયાદ નોંધાવવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...