તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જૂનાડીસા નજીક ઇકો ગાડીના ચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

ડીસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક ડીસાની ખાનગી હોસ્પિટલમાં નોકરીએ જતો હતો, ઇકો ચાલક ફરાર

જુનાડીસા નજીક શનિવારે મોડી સાંજે ઇકો ગાડીના ચાલકે સામેથી આવી રહેલાં બાઇકને ટક્કર મારતાં જુનાડીસાના યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. જો કે, ઇકો ચાલક ગાડી મુકી ફરાર થઇ ગયો હતો.

જુનાડીસા ગામનો અને ડીસાના ડૉ. પ્રદ્યુમન અગ્રવાલની હોસ્પિટલમાં નોકરી કરતો ભાવેશ કાંતિભાઈ રાઠોડ શનિવારે મોડી સાંજે પોતાના જીજે-08-સીડી-2266 નંબરના બાઇક પર ડીસા ખાતે નોકરી પર જઇ રહ્યો હતો. જે દરમિયાન શતરા શહિદ નજીક પહોંચતા ડીસા તરફથી આવે રહેલી જીજે-01-કેજે-4313 નંબરની ઇકો ગાડીના ચાલકે પૂરપાટ અને ગફલતભરી રીતે ગાડી હંકારી બાઇકને ટકકર મારી હતી. આથી મોટરસાયકલ ચાલક ભાવેશ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓનું કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ યુવકના પરીવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જો કે, ઇકો ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો.

આ અંગે મૃતકના પિતરાઇ ધવલ મફતભાઈ રાઠોડે ડીસા તાલુકા પોલીસ મથકે ઈકો ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ બી.જે.ચાવડા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો