ખેટવા નજીક બે દિવસ અગાઉ અકસ્માતમાં સિમેન્ટની થેલીઓ ભરેલી ટ્રક નીચે દબાયેલા યુવકને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ડીસા 108 ની ટીમે તાત્કાલિક સારવાર આપી યુવકને નવજીવન આપ્યું હતું.
ચંડીસર ગામના અને આયસર ટેમ્પોના ચાલક ભરતભાઈ દરબાર ગુરૂવારે બપોરે સિમેન્ટની થેલીઓ ભરીને જતાં હતાં. જે દરમિયાન અકસ્માત સર્જાતા ટ્રક પલટી જતાં ચાલક ભરતભાઇ દરબાર નીચે દબાઈ જતાં ક્રેનની મદદથી બહાર કાઢી ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતાં. જો કે, માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજા તેમજ હાથમાં ફેકચર થયેલ હોવાથી પાલનપુર માવજત હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતાં રસ્તામાં જ ભરતભાઈ દરબારની તબિયત લથડતા ડીસા 108 નાં સ્ટાફ ઈમટી પ્રદીપભાઈ અને પાયલોટ રાજેશભાઈની મદદથી દર્દીને બીવીએમ+ઓક્સિજન તેમજ રસ્તામાં દર્દીની હાલત વધારે ખરાબ થતા સક્સન કરીને એરવેય ઓપન કરી ઇન્જેક્સન એટ્રોપિન હાઈડ્રોકોર્ટિજન બોટલ આપીને દર્દીને સારવાર આપતાં પાલનપુર માવજત હોસ્પિટલ લઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.