તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:ડીસાના ઝેનાલ ગામે દીવાલ પર સૂતેલા યુવક 20 ફૂટ નીચે ઝાડીઓમાં પટકાયો

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108ની ટીમે યુવકને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી ડીસા ખસેડ્યો

ડીસાના ઝેનાલ ગામે બપોરે દિવાલ પર સુતેલો યુવક ઊંધમાં 20 ફૂટ ઊંચેથી બાવળની ઝાડીઓમાંથી પડતાં 108ની ટીમે પીડાથી કણસતા યુવકને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી વધુ સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.ડીસા તાલુકાના ઝેનાલ ગામે તારીખ 26-06-2021ના રોજ બપોરે 2 વાગ્યે દીવાલ પર સુતેલા સુરેશભાઈ પરમાર અચાનક ઊંઘમાં 20 ફૂટ નીચે બાવળની ઝાડીઓમાં પડી જતાં પીડાથી કણસી રહ્યા હતા. દરમિયાન રવિવારે સવારે સુરેશભાઈ પરમાર બૂમો પાડતા હતા.

ત્યારે રેલવેના સ્ટાફે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક ડીસા સ્થિત 108 ઘટના સ્થળે પહોંચીને દર્દીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જ્યાં EMT પ્રદીપભાઈ હડિયોલ અને પાયલટ દલપતભાઈ પરમારે ઇજાગ્રસ્તને જમણા પગમાં ફ્રેક્ચર થયેલ હોઈ તાત્કાલિકએ ભાગને સ્પીલિન્ટ કરીને 108ના અમદાવાદ ફીઝિસિયનની સલાહ મુજબ જરૂરી ઇન્જેક્શન તથા અન્ય દવાઓ દ્વારા સારવાર આપી હતી.

દર્દીની સ્થિતિ નોર્મલ થતાં વધુ સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. ડીસા 108 એમ્બ્યુલન્સ ટીમની કામગીરીને હોસ્પીટલનો સ્ટાફ તથા દર્દીના પરિવારજનોએ તેમજ 108ના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, સુપરવાઈઝર નિખિલ પટેલે બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...