અકસ્માત:ડીસાના ટેટાડા પાસે ઇકોચાલકે બ્રેક મારતાં મહિલા નીચે પટકાતાં મોત

ડીસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધાનેરાના અનાપુરા છોટા ગામનું દંપતી ઇકોમાં બેસી ડીસા તરફ આવતું હતું

ડીસાના ધાનેરા રોડ ઉપર ટેટાડા નજીક ચાલુ વાહને પટકાયેલી અનાપુરા છોટા ગામની મહિલાનું ઇજાના કારણે કરૂણ મોત નિપજ્યું હતું. જેને લઇ ઇકો ગાડી ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના અનાપુરા છોટા ગામે રહેતા વાલાભાઈ લુબાજી માજીરાણાં અને તેમના પત્ની શારદાબેન માજીરાણા ગુરૂવારે ઇકો ગાડીમાં બેસી ડીસા તરફ આવતા હતા. જેમાં શારદાબેન માજીરાણા ઇકોની પાછળની સીટ ઉપર બેઠા હતા.

જો કે ઇકો ચાલકે ટેટાડા નજીક પુરપાટ ઝડપે ચલાવી એકાએક બ્રેક મારતા ઇકોમાં પાછળની સીટ ઉપર બેઠેલા શારદાબેન રોડ ઉપર પટકાયા હતા અને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પણ ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે લુબાજી માજીરાણાએ ડીસા તાલુકા પોલીસ મથકે ઇકો ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...