કાર્યવાહી:વડગામના શેરપુરા પાસેથી 40 પાડા ભરી લઈ જતી ટ્રક ઝડપાઈ

ડીસા,વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કતલખાને લઈ જવાતાં પાડા બચાવી કાંટ પાંજરાપોળમાં

શેરપુરા ગામ પાસેથી એક ટ્રકમાં 40 પાડા ભરીને કતલખાને લઈ જવાતા જીવદયા પ્રેમીઓએ ટ્રકને રોકાવી ટ્રક ચાલક વિરૂધ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પશુઓને કતલખાને જતા બચાવ્યા હતાં. જીવદયા કાર્યકર હિમાલય તેમના મિત્ર સાથે ગાડી લઈ પાલનપુરથી છાપી તરફ આવી રહ્યાં હતાં તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાં પશુઓનો અવાજ આવતા શંકાસ્પદ ટ્રકનો પીછો કરી કાણોદર પુલથી આગળ શેરપુરા ગામના પાટિયા નજીક સહકાર હોટલ નજીક ટ્રકને રોકાવી તાડપત્રી ખોલી ટ્રકમાં 40 જેટલા દોઢથી બે વર્ષની ઉંમરના પાડા ખીચોખીચ ભરેલા હતાં.

ટ્રક ચાલકનું નામ સરફરાજભાઈ મુસ્તાક એહમદ શેખ (રહે.હિંમતનગર) હોવાનું જણાવ્યું હતું. ટ્રક ચાલક સામે હિમાલયકુમાર રમેશભાઈ માલોસણીયાએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અબોલ પશુઓને ડીસાની કાંટ ખાતે આવેલ રાજપુર ડીસા-પાંજરાપોળમાં લાવવમાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...