રજૂઆત:જુનાડીસા ગામે પોલીસ સ્ટેશન બનાવવા રાજ્યસભાના સાંસદને રજૂઆત કરાઈ

જુનાડીસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર બનતી ગુનાહિત ઘટનાઓથી ગ્રામજનો ચિંતિંત

ડીસા તાલુકાના જુનાડીસામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે જુનાડીસા ગામે નવું પોલીસ મથક બનાવવા સ્થાનિક લોકોએ રાજ્યસભાના સાંસદને રજૂઆત કરી હતી.

ડીસા તાલુકાના જુનાડીસા ગામે પોલીસ સ્ટેશન બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાને રજૂઆત કરવામાં આવી છે. જુનાડીસા આઉટ પોલીસ મથક 26 ગામનું કાર્યક્ષેત્ર ધરાવતું ગામ છે અને આ વિસ્તારમાં મોટાભાગે સંવેદનશીલ વિસ્તારો આવેલા છે. આ વિસ્તારમાં બનતી ગુનાહિત ઘટનાઓની ફરિયાદ કરવા માટે લોકોએ ડીસા તાલુકા પોલીસ મથકે આવવું પડે છે.

જેના કારણે ગામના લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ બાબતનો કાયમી નિકાલ આવે તે માટે સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ગામમાં પોલીસ મથક બનાવવામાં આવે જેથી વારંવાર બનતી ગુનાહિત ઘટનાઓ પણ પોલીસ મથક બનતાની સાથે જ અટકી શકે તેમ છે.

આ અંગે ગામલોકોએ જણાવ્યું હતું કે ‘ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી હાઇવે વિસ્તારમાં બહારના લોકોનો વસવાટ વધતો જાય છે. જેના કારણે તાજેતરમાં હાઇવે ઉપર એક્ટિવા ચાલક દંપતિ લૂંટનું ભોગ બન્યું હતું તેમજ એક રાતમાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા હતા. તેથી ગુનાખોરી વધી જતાં સ્થાનિક પ્રજા ભયની લાગણી અનુભવી રહી છે.’

અન્ય સમાચારો પણ છે...