તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:જુના ડીસાની પરિણિત યુવતી સાથે કોલેજમાં મિત્રતા કેળવી શખ્સે લગ્ન કરી દુષ્કર્મ આચર્યું

ડીસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાંકરેજના લક્ષ્મીપુરાના શખ્સે યુવતીના ફોટા તેના પતિ અને માતાને બતાવી વાઈરલ કરવાની ધમકી આપી મળવા બોલાવી લગ્ન કરી લીધા

કાંકરેજના લક્ષ્મીપુરાના શખ્સે ડીસાની પરિણીત યુવતી સાથે મિત્રતા કેળવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી મળવા બોલાવી પોતાની સાથે લગ્ન કરી રૂમમાં ગોંધી રાખી 4 દિવસ દુષ્કર્મ આચર્યુ હતું. યુવતિએ ભાગી ગામના સરપંચને મળી ઘરે પહોંચી ડીસા પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જુનાડીસાની પરિણીત યુવતિને કોલેજ ફોર્મ ભરવામાં મદદ કરી કાંકરેજના લક્ષ્મીપુરા ગામના દિપક બબાભાઇ સોલંકી નામના શખ્સે મિત્રતા કેળવી હતી. જો કે તે બાદ મોબાઇલ પર ક્યારેક મિત્રભાવથી વાતચીત કરતો હતો.

જે બાદ શખ્સે શોસિયલ મિડીયા પરથી પરિણિત યુવતિના ફોટા મેળવ્યા હતા અને અવાર-નવાર યુવતિને ફોટા તેના પતિ સહીત માતાને બતાવી દેવાની તેમજ વાયરલ કરી દેવાની ધમકીઓ આપતો અને 15 જુલાઇએ યુવતિને ફોન કરી ફોટા વાયરલ કરી દેવાની ધમકીઓ આપી તેના જુનાડીસા પેટ્રોલ પંપ નજીક મળવા બોલાવી હતી. અને લગ્ન કરવાની લાલચ આપી ત્યાંથી ગાડીમાં બેસાડી રસ્તામાં ચા પાણી કરાવ્યા હતા. જો કે તે બાદ યુવતિ હોસમાં ન હતી. ત્યારે પાટણ મંદિરમાં લઇ જઇ હાર પહેરાવી ફોટા પાડી કાગળો પર સહી કરાવી દીધી હતી.

તે બાદ તેને શખ્સે તેની બહેનના ઘરે પાટણના વડલી ગામે એક રૂમમાં ગોંધી રાખી શખ્સે 4 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. 19 જુલાઇએ કાંકરેજના લક્ષ્મીપુરાના સરપંચ તેમના ઘરે આવતા યુવતિ રૂમમાંથી દોડી આવી સમગ્ર ઘટનાની જાણ સરપંચને કરતા સરપંચ યુવતિને ડીસા લઇ આવતા યુવતિએ તેના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. જે બાદ ગુરૂવારે ડીસા પોલીસ મથકે પહોંચી દુષ્કર્મ આચરનારા દિપક બબાભાઇ સોલંકી સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...