તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ડીસા ડેપોમાંથી બિલ વગરના 158 જૂના મોબાઇલ સાથે શખ્સ ઝડપાયો

ડીસા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડીસા પોલીસે મોબાઇલ,બેટરી મળી રૂ. 89 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

ડીસા શહેર ઉત્તર પોલીસે બુધવારે મોડી સાંજે ડીસાના નવા બસ સ્ટેશનમાં થેલો લઇ શંકાસ્પદ હાલતમાં જઇ રહેલાં યુવકને ઝડપી તપાસ કરતાં બિલ વગરના 158 મોબાઇલ તેમજ બેટરીનો જથ્થો મળી આવ્યો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પીઆઇ જે.વાય.ચૌહાણની સુચનાથી પીએસઆઇ આઇ.એસ.ગઢવી અને હે.કો.અશોકસિંહ સહિત સ્ટાફના માણસો નવા બસ સ્ટેશનમાં વોચમાં હતાં.

જે દરમિયાન એક શખ્સ ખભે થેલો લગાવી શંકાસ્પદ હાલતમાં જણાતાં પોલીસે રોકાવી તપાસ કરતાં થેલામાંથી સેમસંગ કંપનીના 158 નંગ જુના મોબાઇલ તેમજ જુની બેટરી મળી કુલ રૂ.89,500નો મુદામાલ જપ્ત કર્યો હતો.પોલીસે રાહુલકુમાર રમેશકુમાર દેવીપૂજક (રહે.સોનાની,તા.રેવદર, જિ.શિહોરી-રાજસ્થાન)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો