ફરિયાદ:ડીસાના ખારાકુવા વિસ્તારનો શખ્સ યુવતીને ભગાડી ગયો

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શખ્સના પરિવારે ઘમકી આપતાં 4 સામે ફરિયાદ

ડીસાના ખારાકુવા વિસ્તારનો શખ્સ 20 વર્ષીય યુવતીને ભગાડી જતાં ે યુવતીનો પરિવાર યુવકના ઘરે પૂછવાં જતા યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ડીસામાંથી એક લઘુમતી કોમની 20 વર્ષીય યુવતી શુક્રવારે દવા લેવા ગયા બાદ ઘરે પરત ન આવતા યુવતીના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જો કે, યુવતીના પરિવારને જાણવા મળેલ કે ડીસાના ખારાકુવા વિસ્તારમાં રહેતા ગુલજાર અહેમદ શેખનો દીકરો યુવતીને લઈ ગયો છે જેથી યુવતીના પરિવારે યુવકના ઘરે જઇ યુવતી બાબતે પૂછતાં યુવકના પરિવારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેમજ અપશબ્દો બોલી બોલાચાલી કરી ઝગડો કરવા જતાં આજુબાજુના માણસો ભેગા થતા યુવતીના પરિવારને ઝગડામાંથી દૂર કર્યા હતા. આથી યુવતીના પરિવારે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે માજીદ ગુલજાર અહેમદ શેખ, ગુલજાર ગુલામ અહેમદ શેખ, ઇમરાનભાઈ યુનુસભાઈ શેખ અને ફેમિદાબાનું ગુલજાર અહેમદ શેખ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...