ધરપકડ:ડીસામાં વિવિધ ગુનામાં 12 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે સોમવારે વિવિધ ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતો-ફરતો શખ્સને મોચીવાસ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે શખ્સે પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે સોમવારે વિવિધ ગુનામાં સંડોવાયેલા છેલ્લા 12 વર્ષથી નાસતો-ફરતો મંગલસિંહ ઉર્ફે લાલો દિવણજી ઠાકોર (રહે. મારવાડી મોચીવાસ)ને શહેર દક્ષિણ પોલીસની ટીમે ઝડપી પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...