ધરપકડ:ડીસાના જલારામ મંદિર નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

ડીસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • LCBએ રૂ.2.37 લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપ્યા

ડીસાના જલારામ મંદિર નજીકથી શુક્રવારે મોડી સાંજે એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાલનપુર એલસીબી પોલીસ સ્ટાફ શુક્રવારે સાંજે ડીસા શહેરના જલારામ મંદિર પાસે વાહન ચેકિંગમાં હતાં. જે દરમિયાન આખોલ તરફથી આવી રહેલ જીજે-06-ડીબી-1509 નંબરની લાલ કલરની કારમાં વિદેશી દારૂ આવતો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. આથી પોલીસે વોચ ગોઠવતા કારને રોકાવી તપાસ કરતા રૂપિયા 77 હજારની કિંમતની 154 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક કૈલાશકુમાર શંકરલાલ બોધુરામ કુમાવત (હીરનોદા, મરોઠીયા ધાણી, તા. ફુલેરા, જી. જયપુર, રાજસ્થાન) અને દિપક મુલચંદ નાનુરામ કુપાવત (રહે.કાજીપુરા, ભુરોદીયાની ધાણી,તા.ફુલેરા,જી.જયપુર, રાજસ્થાન) ને દારૂ, મોબાઇલ તેમજ કાર મળી રૂપિયા 2,37,720 ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા

અન્ય સમાચારો પણ છે...