ચૂંટણી સંપન્ન:ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 6 વાગ્યા સુધીમાં 74.17 ટકા મતદાન

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 84 ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી તેમજ 8 પંચાયતમાં પેટા ચૂંટણી સંપન્ન

રવિવારે યોજાયેલી ડીસા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારથી મતદારો ઊમટ્યા હતા.74.17 ટકા મતદાન થયું હતુ. ડીસા તાલુકાની 84 ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી તેમજ 8 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે રવિવારે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું. મતદારો પણ પોતાના ઈચ્છીત ઉમેદવાર ને જીતાડવા માટે વહેલી સવાર થી 8 ડીગ્રી ઠંડીમાં મતદાન માટે લાઈનોમાં લાગી ગયા હતાં. બીજી તરફ ઉમેદવારો પણ પોતાની તરફી મતદારોને સવાર સવારમાં મતદાન કરાવવા માટે કસરત કરવી પડી હતી.

ડીસાના માલગઢ, વડાવળ, રાણપુર, ખરડોસણ, આખોલ, રસાણા, આસેડા સહિતના ગામમાં વહેલી સવારથી જ મતદારો નો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીસાના 84 ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટે 301 ઉમેદવારો મેદાનમાં છે. ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદારો મતદાન કરી સરપંચ ને ચૂંટશે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા દરેક ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમ પીઆઈ એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...