તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 7 નગરસેવકો કપાયા; 21 વર્ષની મૌસમીએ ઝંપલાવ્યું

ડીસા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીએ ઉમેદવારો અને સમર્થકોના ટોળાં ઊમટ્યા

ડીસા પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે સવારથી જ ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારો ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવ્યાં હતાં.ગત ટર્મમાં ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા સાત નગરસેવકોના પતા કપાયા હતા.

વોર્ડ નંબર 1 થી 6 ની ચૂંટણી પ્રક્રિયા પ્રાંત કચેરી ખાતે અને વોર્ડ નંબર 7 થી 11 ની ચૂંટણી પ્રક્રિયા ડીસા મામલતદાર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે શનિવારે ભાજપ, કોગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારો ટેકેદારો સાથે મામલતદાર કચેરી અને નાયબ કલેકટર કચેરી ઉમટી પડયા હતાં. ભાજપમાં ટીકીટ મળવાની આશાએ ચૂંટણી લડવાની તૈયારી કરતાં સાત નગરસેવકો ની ટીકીટ કપાઇ હતી. ટીકીટ વહેચણી ના મુદ્દે સંગઠનમાં પણ કયાક આડકતરી રીતે નારાજગી જોવા મળતી હતી.

ભાજપના મોટાભાગના ઉમેદવાર નવ યુવાન અને નવા ચહેરા હતાં. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અગ્રણી મગનલાલ માળી, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઇ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો થોડા સમય માટે આવી રવાના થઇ ગયા હતા. ફોર્મ ભરતી વખતે સંગઠનની ગેરહાજરી જોવા મળતી હતી. જ્યારે શહેર ભાજપ મહામંત્રી ચેતનભાઇ ત્રિવેદીએ વોર્ડ નં. 4 માંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેથી જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિહ ચૌહાણ દ્વારા ચેતનભાઇ ત્રિવેદી ને શહેર ભાજપ મહામંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

ડીસા પાલિકાની ચૂંટણીમાં 21 વર્ષની મૌસમીએ ઝંપલાવ્યું
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે વોર્ડ નંબર-1 માં થી મૌસમી કિશોરભાઈ સાંખલા (માળી) એ ભારતીય જનતા પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. મૌસમી 21 વર્ષની તેમજ હાલ નિરમા યુનિવર્સિટીમાં એમ.એસ.સી. બાયો ટેકનોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારીઓ કરે છે.

ડીસા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોની યાદી
વોર્ડ નંબર-1

1. મૌસમીબેન કિશોરભાઇ સાંખલા
2. ચંદ્રીકાબેન બાબુલાલ રાણા
3. જીજ્ઞેશકુમાર (જેકી) રમેશભાઇ જોષી
4. બબાજી કાળુજી વાઘેલા

વોર્ડ નંબર-2
1. અતુલભાઇ મફતલાલ શાહ (રીપીટ)
2. શૈલેષભાઇ અંબારાભભાઇ રાયગોર
3. ભારતીબેન ભરતભાઇ પટેલ
4. ચાર્મીબેન વસંતભાઇ શાહ

વોર્ડ નંબર-3
1.ગોરધનજી નારણજી કચ્છવા(રીપીટ)
2. શૈલેષકુમાર છગનભાઇ પ્રજાપતિ
3. છાયાબેન ભરતભાઇ નાયી
4. સંગીતાબેન પ્રકાશભાઇ દવે

વોર્ડ નંબર-4
1. બાબુલાલ ભાઇલાલ ઠક્કર
2. ચેતનભાઇ જીતેન્દ્રકુમાર ત્રિવેદી
3. નિલાબેન મોતીભાઇ પ્રજાપતિ (રી.)
4. નિતાબેન નિલેષકુમાર ઠક્કર

વોર્ડ નંબર-5
1. શિલ્પાબેન દેવેન્દ્રકુમાર સોલંકી(રી.)
2. ગીરીશચંદ્ર લક્ષ્મીચંદ ભરતીયા (રી.)
3. અનિતાબેન વિજયકુમાર વાઘેલા
4. ગોવિંદકુમાર મનુભાઇ માખીજા

વોર્ડ નંબર-6
1. વાસુદેવભાઇ પરષોતમદાસ મોઢ
2. રાજેશકુમાર બુલચંદભાઇ ઠક્કર
3. નયનાબેન મગનભાઇ સોલંકી
4. પુનમબેન પ્રશાંતસિંહ ભાટી

વોર્ડ નંબર-7
1. રવિકુમાર દલપતભાઇ ઠક્કર
2. પ્રકાશભાઇ આબાજી માજીરાણા
3. સવિતાબેન જીજ્ઞેશભાઇ હરીયાણી
4. ઉષાબેન ચંપકલાલ સોનગરા

​​​​​​​વોર્ડ નંબર-8
1. રાજેશકુમાર ભીખાજી પરમાર (રી.)
2. પિન્કેશભાઇ નાનાલાલ દોશી
3. સ્મિતાબેન રમેશભાઇ દેલવાડીયા
4. ઉષાબેન નિલેશભાઇ પરમાર

વોર્ડ નંબર-9
1. આશાબેન રમણલાલ દેવીપૂજક
2. શબાનાબેન અબ્દુલવહાબ મેમણ
3. પ્રેમલતાબેન ઉદેસિહ લોધા
4. સોહેલરાજ સૈયદઅલી સૈયદ

વોર્ડ નંબર-10
1. ઉષાબેન ભદ્રેશભાઇ મેવાડા (રી.)
2. કિરણબેન રણજીતભાઇ વાઘેલા
3. રવિન્દ્રભાઇ લક્ષ્મણભાઇ ગુંધી (રી.)
4. અમિતકુમાર વિનોદભાઇ રાજગોર

વોર્ડ નંબર-11
1. ગોમતીબેન મુગાજી માળી
2. રાધાબેન વિરચંદભાઇ વાવડીયા
3. કિરણકુમાર મનુભાઇ મકવાણા
4. નિતાબેન ભરતકુમાર ટાંક

ડીસા પાલિકા કોંગ્રેસના ઉમેદવાર
વોર્ડ નંબર-1
1. નવિનભાઈ સોમાજી પરમાર
2. અશોકભાઈ હંસાજી પુરોહિત
3. રાજશ્રીબેન નરશીભાઈ ઠાકોર
4. જબૂબેન કનુભાઈ માજીરાણા

​​​​​​​વોર્ડ નંબર-2
1. કૈલાશબને વિપુલભાઈ શાહ
2. વિજયકુમાર અમૃતભાઈ સદરાસણા

​​​​​​​વોર્ડ નંબર-3
1. ગુલાબજી સોનાજી માળી
2. સીતાબેન પ્રભાતભાઈ દેસાઈ
3. મધુબેન દામજીભાઈ પ્રજાપતિ
4. પ્રાગજી પબાજી માજીરાણા

​​​​​​​વોર્ડ નંબર-4
1. સુમિતાબેન પ્રવીણભાઈ ઠક્કર
2. ચંદનભાઈ બાબુભાઇ પટેલ

​​​​​​​વોર્ડ નંબર-5
1. ભમરાજી કસ્તુરજી માજીરાણા

​​​​​​​વોર્ડ નંબર-6
1. વિપુલકુમાર ભોગીલાલ શાહ
2. રમિલાબેન ગણપતભાઈ બારોટ
3. હર્ષદભાઈ નરેન્દ્રભાઈ પરમાર

વોર્ડ નંબર-7
1. પ્રકાશભાઈ લાલજીભાઈ બ્રાહ્મણ
2. જાસીબેન ભરતભાઇ ઠાકોર
3. જોગાજી મશરાજી માજીરાણા
4. ભગુબેન પ્રકાશભાઈ તૂરી

વોર્ડ નંબર-8
1. ડૉ. ભાવિબેન વિપુલભાઈ શાહ

વોર્ડ નંબર-10
1. દીપકભાઈ ગોરધનભાઇ પટેલ
2. ભાવનાબેન બાબુભાઇ દેસાઈ
3. રીનાબેન શિવાભાઈ ઠાકોર

વોર્ડ નંબર-11
1. દિલીપકુમાર રતિલાલ ધર્માણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો