સાષ્ટાંગ યાત્રા:ચીભડાના ભુવાજીને ત્યાં દીકરો અવતરતાં ડીસાના સેવકની 63 કિમીની સાષ્ટાંગ યાત્રા

ડીસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 મી માર્ચે ચીભડા ચેહર ધામ પહોંચી માનતા પૂર્ણ કરશે

દિયોદર તાલુકાના ચિભડા ગામે આવેલ ચેહર માતાજીના ભુવાજીને શેર માટીની ખોટ હતી. ત્યારે ડીસાના યુવકે ભુવાજીના ઘરે ખોળાના ખૂંદનાર (દીકરા) નું આગમન થશે તો ડીસાથી 63 કિ.મી. સાષ્ટાંગ યાત્રા કરવાની માનતા માની હતી. જેથી ભુવાજીના ઘરે પારણું બંધાતા સાષ્ટાંગ યાત્રા કરવામાં આવી હતી.

ડીસા ના ગોલ્ડન પાર્ક ભાગ-3 ના રહીશ રમેશભાઈ ધૂડાભાઈ રાવણા રાજપૂત દિયોદર તાલુકાના ચીભડા ગામે ચેહર માતાજી તેમજ ઈશ્વરભાઈ ભુવાજી માતાજીના ઉપાસક છે. પરંતુ તેમને સંતાન સુખ નહોતું. આથી રમેશભાઈએ પગપાળા ચેહર માતાના ધામ સુધી યાત્રા કરવાની માનતા રાખી પણ કંઈજ ફળ મળ્યું નહીં. પછી રમેશભાઈએ સાષ્ટાંગ યાત્રા માટે માનતા રાખી અને ચમત્કાર સર્જાયો. ભુવાજીને દીકરો થયો. પાંચ મહિના પછી રમેશભાઈ રાજપૂતએ ચેહર માતાજીનો આભાર વ્યક્ત કરવા સાષ્ટાંગ યાત્રા કરી રહ્યા છે. ડીસાથી ચીભડા આશરે 63 કિલોમીટર છે અને ત્યાં પહોંચતા ઓછામાં ઓછા બારેક દિવસ લાગશે.તા.8 માર્ચને મંગળવારે ચીભડા ચેહર ધામ પહોંચી માનતા પૂર્ણ કરશે.

અન્ય સમાચારો પણ છે...