તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ડીસા કોલેજમાં એક જ દિવસમાં 600 વિદ્યાર્થીઓનું રસીકરણ કરાયું

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રસીકરણ કેમ્પમાં અન્ય 180 વ્યક્તિઓને પણ રસી અપાઇ

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આદેશથી ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે મંગળવારે મેગા રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં એક જ દિવસમાં 600 વિદ્યાર્થીઓ અને 180 અન્ય નાગરીકો મળી એક જ દિવસમાં 780 નું રસીકરણ કરવામાં આવ્યું હતું. ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોરોના સંદર્ભે મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના આદર્શ અનુસાર કોલેજના કાર્યકારી આચાર્ય રાજુભાઇ રબારીના માર્ગદર્શન હેઠળ એનએસએસના પ્રોગ્રામ ઓફીસર ડો.તૃપ્તિબેન પટેલ તેમજ એસોસીએટ એનસીસી ઓફિસર પ્રોફેસર રાજેશ ગણાવાયએ સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વેક્સિનેશન કેમ્પમાં કોલેજના 600 વિદ્યાર્થીઓની સાથે ડીસાના 180 નાગરિકોએ સહિત 780 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીગ્નેશભાઈ હરિયાણીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા નોડલ ઓફિસર ડો.જીતેન્દ્રભાઈ ગોસ્વામી, મેડિકલ ઓફિસર ડો. હિતેશભાઈ પુનડીયા, ડીસા અર્બન 2 સુપરવાઇઝર હરેશભાઈ, ફિમેલ હેલ્થ વર્કર બહેનો તેમજ ભારત નર્સિંગ કોલેજ રસાણાના નર્સિંગ ઈંટર્સ સ્ટુડન્ટ સહિત 25 કર્મચારીઓની જુદી-જુદી ટીમો એ કામગીરી કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...