તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડીસા-પાટણ હાઇવે પરના ખરડોસણ પાસે કાર-જીપડાલું અથડાતાં 5ને ઈજા

ડીસા-આસેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં સ્વીફ્ટ ગાડીના આગળના ભાગનો ખુડદો - Divya Bhaskar
અકસ્માતમાં સ્વીફ્ટ ગાડીના આગળના ભાગનો ખુડદો
  • 3 ઈજાગ્રસ્તોને ડીસા સિવિલમાં અને બેને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડ્યા

ડીસાના ખરડોસણ નજીક શુક્રવારે સવારે અગિયારેક વાગ્યાના સુમારે જીપડાલા અને સ્વીફટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 વ્યક્તિઓને ઇજાઓ થતાં ડીસા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ડીસા-પાટણ હાઇવે ઉપર આવેલ ખરડોસણ ગામ નજીકના એસ્સાર પેટ્રોલ પંપ સામે શુક્રવારે સવારે પાટણ તરફથી આવી રહેલ સ્વીફ્ટ કાર (જીજે-16-એએ-9231)અને ડીસા તરફથી આવી રહેલ પીકઅપ ડાલા (જીજે-08-વાય-7463) વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ઘાયલ 5 લોકોને પ્રાઇવેટ વાહન મારફત સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં 3ને ડીસા સિવિલમાં અને બે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માત બાદ ડાલા ચાલક ફરાર થઇ ગયો હતો પરંતુ જીપડાલા ઉપર જય ગોગા રોડવેઝ ધાનેરા લખેલ હોવાનું અકસ્માતમાં નજરે નિહાળનાર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...