અકસ્માત:ડીસાના ઝેરડા નજીક રિક્ષા અને કાર સામસામે ટકરાતાં 3 મુસાફરોને ઇજા

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

ડીસા-ધાનેરા હાઈવે પરના ઝેરડા પાટિયા નજીક રિક્ષા અને કાર સામસામે ટકરાતાં રિક્ષામાં બેઠેલા ત્રણ લોકોને ઇજા થતા સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ધાનેરાના પ્રતાપભાઈ કેશાભાઈ ભરથરી પોતાના પુત્ર અરવિંદભાઈ તેમની રિક્ષાનું રીપેરીંગ કામ માટે શનિવારે ધાનેરાથી ડીસા આવ્યાં હતાં. કામ થયા બાદ રિક્ષા લઇ ધાનેરા તરફ જવા નીકળ્યા

ત્યારે રસ્તામાં ઝેરડા ખાતે રહેતા બળવંતભાઈ વેલાજી માજીરાણા તેમજ તેમના માતા ઉગમબેન વેલાજી માજીરાણાને પ્રતાપભાઈ કેસાભાઈ ભરથરીએ રિક્ષા નંબર જીજે-08-એવી-0808 માં બેસાડી ઝેરડા નજીક પહોંચતાં સામેથી આવી રહેલ કાર નંબર જીજે-02-સીએ-9282 ના ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ફંગોળાઈ હતી. જેમાં રિક્ષામાં બેઠેલ પ્રતાપભાઈ કેશાભાઈ ભરથરીના પુત્ર અરવિંદભાઈ તેમજ બળવંતભાઈ વેલાજી માજીરાણાને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઈજા થઇ હતી તેમજ બળવંતભાઈ વેલાજી માજીરાણાના માતા ઉગમબેન વેલાજી માજીરાણાને પણ નાની-મોટી ઇજાઓ થઈ હતી.

અકસ્માતના પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવી ખાનગી વાહન મારફતે આ ત્રણેય લોકોને ઇજા થતાં સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રતાપભાઈ કેશાભાઈ ભરથરીએ તાલુકા પોલીસ મથકે કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...