અટકાયત:ડીસા પાસેથી કતલખાને લઇ જવાતા ઘેટાં-બકરા ભરેલી ટ્રક સાથે 3 શખ્સો ઝડપાયા

ડીસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતલખાને લઇ જવાતા ઘેટાં-બકરા ભરેલી ટ્રક ઝડપાઈ - Divya Bhaskar
કતલખાને લઇ જવાતા ઘેટાં-બકરા ભરેલી ટ્રક ઝડપાઈ
  • ડીસા શહેર દક્ષિણ પોલીસે 227 ઘેટાં-બકરા રાજપુર કાટ પાંજરાપોળને સોંપ્યા

ડીસાના ગવાડીથી નંદાસણ ખાતે ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા 227 ઘેટાં-બકરા ભરેલી ટ્રક ડીસા શહેર દક્ષિણ પોલીસે શુક્રવારે ઝડપી હતી. પોલીસે ઘેટાં-બકરાને રાજપુર પાજરાપોળમાં મોકલી  ટ્રક સહિત રૂપિયા 9.37 લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. 

તપાસ કરતાં ટ્રકમાં ઉપર નીચે બે માળ બનાવી ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા 227 ઘેટાં-બકરાં ઝડપી  રાજપુર કાટ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતાં

ડીસા શહેર દક્ષિણ પીઆઇ બી.વી.પટેલ શુકવારે સાંજે પીએસઆઇ ટી.એચ.પરમાર તેમજ સ્ટાફ સાથે પાટણ હાઇવે પરના શુભમ પાર્ટી પ્લોટ સામે વાહન ચેકીંગમાં હતાં. જે દરમ્યાન ડીસાના ગવાડી વિસ્તારમાંથી પાલનપુર તરફ જઈ રહેલ જીજે-24-વી-4178 નંબરની ટ્રક આવતાં પોલીસે રોકાવવાનો પ્રયાસ કરતાં ટ્રક ચાલકે રાજમંદિર બાજુ હંકારી મુકી હતી. આથી પોલીસે પીછો કરી ગાડી રોકાવી તપાસ કરતાં ટ્રકમાં ઉપર નીચે બે માળ બનાવી ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા 227 ઘેટાં-બકરાં ઝડપી  રાજપુર કાટ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતાં. આથી ડીસા શહેર દક્ષિણ પોલીસે રૂપિયા 1,37,600 ની કિંમતના 227 ઘેટાં-બકરાં તેમજ ટ્રક સહિત રૂપિયા 9,37,600 ના મુદામાલ સાથે અજરૂદીન ચાદભાઇ પીઠારા અને ફકીરમહંમદ નુરમહંમદ પીઠારા (રહે.પીઠારાવાસ, ચાદનસર, તા.સિદ્ધપુર)  તેમજ ઇમરાનભાઇ મુસ્તુફાભાઇ ખુદાબક્સ શેખ (રહે.મહંમદપુરા ગવાડી, ડીસા) ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હતી

ગેરકાયદેસર રીતે કતલ માટે લઇ જવાતી ટ્રકમાં પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ન હતી તેમજ પાસ પરમીટ વગરના પશુ ટ્રકમાં ખીચોખીચ ઘેટાં-બકરાં ભરેલા હતાં તેમ PI બી.વી.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...