ચોરી:ડીસામાં ઉત્સવ બંગ્લોઝના મકાનનું તાળુ તોડી 1.60 લાખની મત્તા ચોરાઈ

ડીસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મકાનમાં ચોરી કરી તસ્કરોએ સામન રફેંદફેં કરી નાખ્યો હતો. - Divya Bhaskar
મકાનમાં ચોરી કરી તસ્કરોએ સામન રફેંદફેં કરી નાખ્યો હતો.
  • સોનાના દાગીના, મંગળસૂત્ર સહિતના દાગીના ચોરીની ફરિયાદ નોંધાઈ

ડીસાના ઉત્સવ બંગ્લોઝમાં શનિવારે કોઈ શખ્શે ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના ચોરી જતા મકાન માલિકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા પાટણ હાઈવે પર આવેલ ઉત્સવ બંગ્લોઝમાં રહેતા ધનેશભાઈ રામલાલ પરમાર પોતાના કામ અર્થે અમદાવાદ ગયા હતા.

શનિવારે 12 વાગે પડોશીએ ફોન કરી જણાવ્યું કે તમારા ઘરે ચોરી થઈ છે જ્યારે ઘરે આવતા જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું તિજોરીનો દરવાજો તૂટેલો હતો.ઘરનો સામાન ચેક કરતાં ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાનું પેન્ડલ, સોનાની ચેન, સોનાની બુટ્ટી એક તોલાની, સોનાની બુટ્ટી અડધા તોલાની, રોકડ રકમ 20,000 એમ મળી કુલ રૂ. 1,60,000 નો મુદ્દામાલ ચોરી થતા ધનેશભાઇ પરમારે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સમૌનાના ગામમાં સબ મર્સિબલ મોટરની ચોરી
સમૌ નાના ગામ આવેલ ઈટો પાડવાની ફેક્ટરી માં 27 ડિસેમ્બરે સાંજના 6 વાગે ફેકટરી બંધ કરી બધા ઘરે ગયેલ હતા અને બીજા દિવસે આવીને ઈંટો ને છાંટવા મોટર શરૂ કરી દો ચાલુ ન થતા તેના વાયર કપાયેલા જોવા મળ્યા હતા અને મોટર ના દેખાતા આસપાસ શોધખોળ કરી ન મોટર ન મળતાં અગરસિંહ અદેરાજસિંહ જાદવએ મોટર ચોરીની ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...