તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વડાવળના ખેડૂતની નજર ચૂકવી ગઠિયો રૂ.1.60 લાખ ભરેલી બેગ ઊઠાવી ગયો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષનો કિશોર ચીલઝડપ કરતા સીસીટીવીમાં કેદ થયો
  • ખેડૂત પાક વીમાની રકમ ભરવા માટે બેંકમાં આવતો હતો

ડીસાના વડાવળ ગામના ખેડૂતની રૂ.1.60 લાખ ભરેલી બેગ ગુરૂવારે કોઈ અજાણ્યો કિશોર યુનિયન બેન્ક નીચેથી ચીલઝડપ કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરની યુનિયન બેન્કમાં ગુરુવારે વડાવળ ગામના ખેડૂત કાંતિલાલ રામજી માળી પાક વીમાની રકમ રૂપિયા 1.60 લાખ ભરવા માટે આવેલા હતા.

દરમિયાન બેન્ક નીચેથી કાંતિલાલ રામજી માળીની નજર ચૂકવી એક ગઠિયો બાઈકની પાછળ લગાવેલી બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ જતા દોડધામ મચી હતી. શહેરમાં ચીલઝડપની ઘટના બની હોવાની પોલીસને જાણ થતા પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી અને ગઠીયાની શોધખોળ હાથ ધરાઈ હતી.

થરાદમાં મહિલાનું સોનાનું ફુલની તફડંચી
થરાદના વજીરવાસમાં રહેતા માયાબેન કનૈયાલાલ સોલંકી શુક્રવારની સાંજના નવ વાગ્યાના સુમારે એઠવાડ નાખવા માટે બહાર ગટરલાઇન જોડે ગયા હતા. આ વખતે 25 થી 30 વર્ષની ઉંમરનો યુવક તેમના ગળામાં પહેરેલ સોનાનું ફુલ (પેન્ડલ) અંધારાના લાભ ઉઠાવીને તફડાવીને નાસી છૂટ્યો હતો. તેની પાછળ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. આ બાબતે કનૈયાલાલ જગાજી સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે 15 હજારની કિંમતના સોનાના ફુલની તફડંચીનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...