કાર્યવાહી:ડીસાના કંસારી નજીકથી 1.2 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2 શખ્સો ફરાર

ડીસા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે દારૂ કાર સહિત ચાર લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કર્યો

ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે રવિવારે કંસારી નજીક વિદેશી દારૂ ભરીને પસાર થતી એક કારને થોભાવી તપાસ કરતા કારમાંથી રૂ. ચાર લાખ ઉપરાંતની કિંમતની વિદેશી દારૂની બોટલ તથા બીયર સહિતનો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પીઆઇ એમ.જે.ચૌધરી તથા સ્ટાફ રવિવારે કંસારી ટોલનાકા પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે ધાનેરાથી ડીસા બાજુ સ્વીફટ કાર નંબર જીજે-27-એએ-3935 આવે છે. જે આધારે વોચ ગોઠવી નાકાબંધીમાં હતા. દરમિયાન કાર આવતા પોલીસે રોકાવવા હાથનો ઇશારો કરતા કાર ચાલકે કાર ડીસા તરફ ભગાડી મુકી હતી પરંતુ પોલીસે પીછો કરતા આખોલ ચાર રસ્તા નજીક હનુમાન હોટલથી પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કાર મૂકી કાર બંધ કરી બન્ને શખસો ભાગી ગયા હતાં.

કારમાંથી રૂ.1,02,840 ની કિંમતની ત્રણ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-954 તેમજ રૂપિયા ત્રણ લાખની કિંમતની કાર મળી રૂ.4,02,840 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...