તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાંતીવાડાના મોટીમહુડી પાસે સિપુ ડેમ વિસ્તારમાં એરંડાના ખેતરમાં તેમજ સિપુ ડેમની ભીની માટીમાં દીપડાના પગના નિશાન મળતાં ગ્રામજનો ભયભીત થયા હતા. જેમને વન વિભાગને જાણ કરતાં વન વિભાગ દ્વારા રાત્રી રોકાણ કરી દીપડાની તપાસ હાથ ધરી હતી. મોટી મહુડી પાસે સિપુ ડેમ વિસ્તારમાં ખેતરમાં દીપડાના પગના નિશાન જોવા મળતા ખેતર માલિક સહિત ગ્રામજનો ભયભીત થયા હતા અને વન વિભાગને જાણ કરી હતી.
વનવિભાગને જાણ થતાં શનિવારના રોજ વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે દીપડાના પગના નિશાન જોઇ દીપડાનું પગેરું મેળવવાના પ્રયત્ન હાથ ધર્યો હતા. તેમજ સમગ્ર રાત્રી દરમિયાન વિસ્તારમાં જ વન વિભાગના અધિકારીઓએ રોકાણ કરી દિપડાની તપાસ હાથ ધરી હતી. આ અંગે દાંતીવાડા આરએફઓ શક્તિસિંહ જણાવ્યું હતું કે ‘આ વિસ્તાર વન્ય વિભાગથી નજીક છે તેથી દીપડા અહી વસવાટ કરતા હોય છે. કદાચ પાણી પીવા માટે કે ખોરાકની શોધમાં આવ્યો હોય ત્યારબાદ ફરી જેસોર અભ્યારણ્ય તરફ જતો રહ્યો હોઈ શકે.’
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.