બેઠક:પાંથાવાડામાં વાહન કે દુકાનનો સામાન અડચણરૂપ ન મૂકવા વેપારીઓને તાકીદ

પાંથાવાડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ દ્વારા શનિવારે વેપારીઓ સાથે મિટિંગ યોજાઇ - Divya Bhaskar
પોલીસ દ્વારા શનિવારે વેપારીઓ સાથે મિટિંગ યોજાઇ
  • બજારમાં ટ્રાફિક સમસ્યા દુર કરવા પાંથાવાડા પોલીસની વેપારીઓ સાથે બેઠક

દાંતીવાડાના પાંથાવાડામાં ટ્રાફિક સમસ્યાને લઇ પોલીસ દ્વારા શનિવારે વેપારીઓ સાથે મિટિંગ કરી ટ્રાફિકને અડચણરૂપ વાહનો કે દુકાનની સામગ્રી બહારના ઓટલા પર ન મૂકવા વેપારીઓને સૂચના આપી હતી. તેમજ જો કોઇ વેપારી ભંગ કરશો તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરાઇ હતી. પાંથાવાડા ગામમાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પાંથાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એસ.લશ્કરીના અધ્યક્ષસ્થાને શનિવારે ગામના આગેવાનો તેમજ વેપારીઓની મિટિંગ પાંથાવાડા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં યોજાઇ હતી.

આ મિટિંગ દરમિયાન પાંથાવાડા પીએસઆઇ દ્વારા ગામના આગેવાનો તેમજ વેપારીઓને સૂચન કર્યા હતાં કે ‘બજારમાં વેપારીઓ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો કે દુકાનની સામગ્રી બહારના ઓટલા પર મૂકવી નહી, ટ્રાન્સપોર્ટના વાહનોને સવારે 9 થી 5 વાગ્યા સુધી બજારમાં પ્રવેશ કરવો નહિ, દરરોજ બજારમાં દુકાનોમાં સપ્લાય કરતાં વાહનોએ વહેલી સવારે કામ પૂર્ણ કરવું તેમજ ભારે વાહનોને બજારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.’ આ માટે ગામના આગેવાનો, વેપારીઓ તેમજ વાહન ચાલકોએ સાથ સહકાર આપવાની વાત કરી હતી તેમજ ભંગ થવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરfશે તેવી તાકીદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...