ક્રાઈમ:ચડોતરના બે યુવક દારૂની હેરાફેરી કરતા ઝડપાયા

દાંતીવાડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે પાંથાવાડા તરફથી પલ્સર બાઈક પર વિદેશી દારૂ ભરી પસાર થવાની બાતમીને  આધારે પી.એસ.આઇ. એ.આર.ચૌધરી તથા સ્ટાફના માણસો ત્રણ રસ્તા નજીક નાકાબંધી કરી બાઈક સવાર બે યુવકોના થેલામાંથી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે બાઇક નંબર જીજે-08-જીએ-4719 કિંમત 50 હજાર તેમજ દારૂ કિંમત  5350 મળી રૂ. 55,450નો મુદ્દામાલ જપ્ત કરી બાઈક ચાલક રાકેશકુમાર લક્ષ્મણભાઈ ચૌધરી (રહે.ચડોતર) તેમજ પાછળ બેઠેલ રાહુલકુમાર રામજીભાઈ ચૌધરી (રહે.ચડોતર) વિરુદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...