તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડીસાના રાણપુરથી રાત્રી દરમિયાન ખનીજચોરીમાં ત્રણ ડમ્પર ઝડપાયા

દાંતીવાડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજ વિભાગે અંદાજિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સોપ્યો,દંડ વસુલ કરવા કાર્યવાહી કરાઈ

બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા રાત્રી દરમિયાન ડીસા તાલુકાના રાણપુરથી ગેરકાયદેસર સાદી રેતી ભરીને જતા ત્રણ ડમ્પરો ઝડપી પાડયા છે. ત્રણેય ડમ્પરોને દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે મોકલી ભૂસ્તર વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.તંત્રની લાલ આંખ છતાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા રાત્રીના સમયે ખનીજ ચોરીની બાતમી મળતા ડીસા તાલુકાના રાણપુર ખાતે સાદી રેતી ભરીને જતા આરજે-27-જીડી-5364, આરજે-52-જીએ-3578, આરજે-24-જીએ-4712 નંબરના ત્રણ ડમ્પર ગેરકાયદેસર વહન કરતા ધ્યાને આવતા ત્રણેય વાહનોને સીઝ કરી દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે. ભૂસ્તર વિભાગ દ્વારા અંદાજીત 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરી ડમ્પર માલિકોને રૂપિયા 8 લાખની દંડ વસુલાત કરવાની તજવીજ હાથ ધરી છે. ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીની કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...