આવેદન:ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 1 લાખની માંગણીથી ભુજ રેન્જ આઈ.જીને રજૂઆત, પોલીસ કર્મી સામે ફરિયાદ નહી

દાંતીવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાંતીવાડાના નાંદોત્રાના બે બાઈક સવારને કોન્સ્ટેબલ ઉઠાવી પોલીસ સ્ટેશન લઈ ગયો હતો

દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામના બાઇક સવાર બે યુવકોને સ્થાનિક પોલીસ સ્ટેશનના એક પોલીસ કોન્સ્ટેબલે ઉઠાવી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં તેમને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક લાખ રૂપિયાની માંગણી કરતા ભુજ રેન્જ આઈ.જીને લેખિત રજુઆત કરાઈ છે.

નાંદોત્રા ગામના વિક્રમસિંહ અને ભાણેજ સહદેવસિંહ 12 જૂનના વહેલી સવારે બાઇક લઈ ખેતરમાં જતા હતા,તે દરમિયાન દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિનોદ ચૌધરીએ આ બંને યુવકોને ધમકાવી કહ્યું હતું,કે તમે દારૂની ગાડીઓનું પેટ્રોલિંગ કરો છો,અને તમે દારૂનો ધંધો પણ કરો છો,જેથી તમને અંદર કરવા પડશે,એમ કહી સરકારી વાહન બોલાવી ગેરકાયદે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા, જ્યાં તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા,આમ વિનોદ ચૌધરીએ યુવકના ભાઈને એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું,અને જો નહિ આપે તો ડી.એસ.પી ને કહીને મોટા કેસમાં ફસાવી દઈશ તેવું ફરિયાદીએ લેખિત ફરિયાદ કરી છે, ફરિયાદી રામસિંહ વાઘેલાએ પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ચૌધરી વિરુદ્ધ એ.સી.બી કચેરી પાલનપુર અને બાદમાં ભુજ રેન્જ આઈ.જી.ને લેખિતમાં ફરિયાદ કરી તપાસની માંગ કરી છે. 

સી.સી.ટી.વી કેમેરા ચેક કરી ન્યાય આપાવવા માંગ
વિક્રમસિંહ અને સહદેવસિંહને પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ચૌધરીએ સરકારી વાહનમાં ગેરકાયદે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા,જ્યાં તેમને કલાકો સુધી ગોંધી રાખી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક લાખની માંગણી કરી હતી,જે થયેલી વાતચીતના રેકોર્ડિંગ સાથે પાલનપુર એ.સી.બી પી.આઈ રૂબરૂ મળી રૂપિયાની ડિમાન્ડ કર્યાનું રેકોર્ડિંગ આપી તપાસની માંગ કરી ભુજ રેન્જ આઈ.જીને ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...