તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:દાંતીવાડા કોલેજના હેમંત કાથડ અને જય સિંધવના મોતનું રહસ્ય અકબંધ

દાંતીવાડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ બંનેના આપઘાત કરવાના કારણ હજુ બહાર લાવી શકી નથી
 • હેમંત કાથડનો પરિવાર બે વર્ષથી ન્યાયની આશા લઈ બેસી રહ્યો છે

દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જય સિંધવનું મોત રહસ્યમય રીતે થયું છે. અને આ અગાઉ 2019માં જૂનાગઢના માંગરોળના વિદ્યાર્થી હેમંત કાથડનો મૃતદેહ દાંતીવાડા ડેમ નજીક જંગલ વિસ્તારમાં ઝાડે લટકતો ભેદી સંજોગોમાં મળી આવ્યો હતો. આ બન્ને કેસોની પોલીસ આજદિન સુધી તપાસની કડી સુધી પહોંચી શકી નથી. અને મોત અંગેની સાચી હકીકત બહાર લાવી શકી નથી. બે વર્ષ બાદ પણ અનુસૂચિત જાતિના મૃતક વિદ્યાર્થીનો પરિવાર પોતાના દીકરાના મોતનું સાચું કારણ જાણવાની આશા લઈ બેઠો છે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી જય સિંધવનું મોત 8 માર્ચના 2021 ના રોજ થયું હતું. જયારે જુનાગઢના હેમંત કાથડનું મોત 2019 માં થઈ ચૂક્યું છે. જયનો મૃતદેહ હોસ્ટેલના રૂમમાંથી ઝેરી પદાર્થ પીધેલી હોય તેવી હાલતમાં મળી આવ્યો હતો ત્યારે હેમંત કાથડનો મૃતદેહ દાંતીવાડા ડેમ નજીક આવેલ ઝાડીઓમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બંને વિદ્યાર્થી એગ્રીકલ્ચર કોલેજના હતા અને અભ્યાસ પણ હોનહાર હતા. જય સિંધવનું મોત અભ્યાસ પૂર્ણ થયા બાદ થયું છે.

જયારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી હેમંત કાથડનું મોત અભ્યાસ પૂર્ણતા બાદ થયું હતું. તો આ બે વિદ્યાર્થીઓએ ક્યાં કારણોસર હોસ્ટેલમાં રોકાણ કર્યું હતું અને બાદમાં આ બે વિદ્યાર્થીના મૃતદેહ ભેદી સંજોગોમાં મળી આવ્યાની ઘટના ઘટી હતી. જેથી આ બે કેસમાં વિદ્યાર્થીઓના મોત અભ્યાસ પૂર્ણ થયા બાદ જ કેમ થયા તે બાબતે પોલીસે કોઈ તપાસ કરી નથી. હાલમાં આ કેસ પોલીસ માટે પહેલી બની ગઈ છે. આ રહસ્ય પોલીસ ઉકેલવામાં નિષ્ફળ રહી છે, પરિવાર પણ આ કેસની બારીકાઈથી તપાસ કરી ભેદ ઉકેલવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે. પોલીસ દ્વારા માત્ર અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કેસની તપાસને અભરાઇયે ચડાવી દેવાની કોશિશ કરવામાં આવી છે. જેથી પોલીસ અને યુનિવર્સિટીના જવાબદાર સત્તારૂઢ અધિકારીઓ સામે શંકાકુશંકા ઉભી થઈ રહી છે.

પોલીસને હજુ સુધી કોઈ કડી કેમ નથી મળતી ?
ટેકનોલોજીના યુગમાં પોલીસને બે વિદ્યાર્થીઓના ભેદી આપઘાત મામલે મોતનું સાચું કારણ જાણવા હજુ સુધી કોઈ કડી ન મળે તે નવાઈની વાત કહેવાય ! ત્યારે મૃતક વિદ્યાર્થીઓના પરિવારો પણ આપઘાતનું સાચું જાણવા ટળવળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો