અસામાજિક તત્વોનો ભય:દાંતીવાડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલ તો બનાવી પણ સુરક્ષાદીવાલ બનાવી નથી

દાંતીવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતીવાડા ખાતે સરકારે કરોડોના ખર્ચે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તો બનાવી પરંતુ આ વિદ્યાલયમાં બાલિકાઓના સુરક્ષાના નામે મીંડુ છે. મોડેલ સ્કૂલ તેમજ હોસ્ટેલ આજુબાજુ ખુલ્લું જંગલ વિસ્તાર છે. જેના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ વિદ્યાલયની વિદ્યાર્થીની ભોગવી રહી છે. વારંવાર રજૂઆત છતાં આ મામલે કોઇ નિર્ણય લેવાયો નથી.

ગ્રામીણ વિસ્તારની બાળકીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે દરેક તાલુકા મથકે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બનાવી છે. આ વિદ્યાલયોમાં બાળકીઓના રહેવા તેમજ જમવાની સુવિધા અપાય છે. દાંતીવાડા ખાતે 14 કરોડના ખર્ચે સરકારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્કૂલ તેમજ હોસ્ટેલ બનાવી હતી. પરંતુ જંગલ વિસ્તાર પાસે બનાવેલા આ કેમ્પમાં સુરક્ષા માટેની વ્યવસ્થા કરવાનું સરકારી અધિકારીઓ ભૂલી ગયા. આ શાળાની આસપાસ જંગલ વિસ્તાર તેમજ મોટા ખાડા આવેલા હોવાથી રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોનો ત્રાસ શાળાની આસપાસ વધ્યો છે.બાળકીઓ કહ્યું કે શાળામાં તમામ સુવિધાઓ છે.પરંતુ સુરક્ષા માટેની સુવિધા નથી.

કમ્પાઉન્ડ વોલ માટે લેખિત રજૂઆત કરાઇ છે
કસ્તુરબા ગાંધી બાલિક વિદ્યાલયના સંચાલક ભાવના ઠાકોરે જણાવ્યું કે રાત્રિ દરમ્યાન બાલિકાઓ એકલી હોય છે અને આજુબાજુ પણ જંગલ વિસ્તાર છે. જેના લીધે અસામાજીક તત્વોનો ત્રાસ વધ્યો છે. કમ્પાઉન્ડ વોલ જરૂરી છે.લેખિત રજૂઆતો કરી છે છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.

સુરક્ષા ન હોવાથી રાત્રે ડર લાગે છે : છાત્રા
વિદ્યાર્થીની નિકિતા પરમારે જણાવ્યું કે સુરક્ષા ન હોવાથી રાત્રે વધારે ભય લાગે છે.કમ્પાઉન્ડ વોલ બનાવે અને સુરક્ષાની વ્યવસ્થા સરકાર કરી આપે તો હોસ્ટેલમાં સુરક્ષિત રહી શકીએ.

અન્ય સમાચારો પણ છે...