અપહરણ:પ્રેમલગ્ન કરનારી યુવતીના પરિવારજનોએ યુવક પર હુમલો કરી યુવતીનું અપહરણ કર્યું

દાંતીવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્માના મીઠાધરવા ગામની યુવતી અને યુવક કોર્ટ મેરેજ કરી દાંતીવાડા કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા

ચાણસ્મા તાલુકાના મીઠાધરવા ગામનો યુવક ગામની યુવતીને ભગાડી ગયા બાદ લવ મેરેજ કર્યા હતા. અને છેલ્લા કેટલાય મહીનાથી યુવક-યુવતી સાથે દાંતીવાડા કોલોનીમાં રહેતો હતો. ત્યારે સોમવારે રાત્રે યુવતીના પરીવારજનો હથિયારો સાથે આવી યુવક અને તેના ભાઇને મારમારી યુવતીનું અપહરણ કરીને લઈ જતા યુવકે ફરિયાદ નોંધાવી છે.આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

ચાણસ્માના વિશાલભાઇ રાવળ ગામની એક યુવતી સાથે કોર્ટ મેરેજ કરી હાલમાં દાંતીવાડા કોલોની ખાતે પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગત સોમવારે રાત્રે તેઓ પત્ની, ભાઈ અને ભાભી સાથે ઘેર હતા. ત્યારે કોર્ટ મેરેજ કરનાર વિશાલની પત્નીના પિતા, ભાઇ સાથે અન્ય આઠ શખસો કારમાં આવી પહોંચ્યા હતા અને આ યુવક અને તેના ભાઇને મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી યુવતીનું અપહરણ કરીને લઈ ગયા હતા. જે બાબતની વિશાલ રાવળે ખોડાભાઈ ચતુરભાઈ રાવળ, કાળુભાઈ ચતુરભાઈ રાવળ, સાવનભાઈ ખોડાભાઈ રાવળ, હરજીભાઈ પુનભાઈ રાવળ, નરેશભાઈ રાવળ સહિતના અન્ય ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવતા જેની તપાસ પીએસઆઇ એ.આર.ચૌધરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...