તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:સિપુ ડેમ ખાલી થતાં પાણીનો પોકાર

દાંતીવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઠવાડિયામાં એકવાર જ પાણી આવતા મહિલાઓને દૂર સુધી ભટકવું પડી રહ્યું છે

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જિલ્લાના દાંતીવાડા અને ધાનેરા તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતો સિપુ ડેમના તળિયાઝાટક થતા હવે આ બંન્ને તાલુકાના લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોઈ ગામોમાં એકાંતરે પાણી આવે છે, તો કોઈ ગામોમાં દસ-દસ દિવસે પાણી આવતા મહિલાઓ મજબૂર બની પાણી માટે વલખા મારી રહી છે.

દાંતીવાડા અને ધાનેરા તાલુકામાં પીવાનું પાણી પહોંચાડતા સિપુ ડેમમાં પાણી ખૂટતા તળીયા દેખાતા હવે દાંતીવાડા અને ધાનેરા તાલુકાના લોકો કોરોના મહામારી વચ્ચે જ પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે. મહત્ત્વની વાત છે કે ડેમમાં ગત ચોમાસા દરમિયાન ઓછા વરસાદને કારણે મર્યાદિત માત્રામાં જ પાણીનો જથ્થો એકત્રિત થયો હતો. જેને લઇ ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવાનું આયોજન બંધ કરી દેવાયું હતું. પરંતુ પ્રજાજનોને પીવા માટે પૂરું પડાતું પાણી પણ નહિવત બનતા વિસ્તારના લોકો મહામારી વચ્ચે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

અઠવાડિયામાં એકવાર પાણી આવતા મહિલાઓ દૂર દૂર સુધી પાણી ભરવા મજબૂર બની છે. હાલમાં સિપુ ડેમની સ્થિતિને જોઈ વિસ્તારના લોકો સહિત ધારાસભ્યએ પણ જિલ્લા કલેકટરથી લઇ પાણી પુરવઠા મંત્રી સુધી લેખિત રજુઆતો કરી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆતો કરી છે.

ગામના કાંતાબેન ઠાકોરે કહ્યુ કે ‘પાણી આવતું નથી, દૂર દૂર પાણી ભરવા માટે ચાલીને જવું પડે છે, પાણી જ્યારે અઠવાડિયામાં એકાદવાર આવે તો દસ મિનિટમાં બંધ થઈ જાય છે. પાણીના ફાંફા છે, એટલે છોકરાઓને નાહવા અને કપડાં ધોવા માટે ક્યાં જવું,ખૂબ મુશ્કેલી પડી રહી છે.’

અન્ય સમાચારો પણ છે...