તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:દાંતીવાડામાં એલોપથી પદ્ધતિથી સારવાર કરતા આયુર્વેદિક ડોકટરો સામે કાર્યવાહી કરવા રજૂઆત

દાંતીવાડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગરીબ દર્દીઓની જિંદગી સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોવાની રાવ

દાંતીવાડા તાલુકામાં પાંથાવાડા સહિતના વિસ્તારમાં આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક ડોકટરો મોટા-મોટા બોર્ડ લગાવી દવાખાનામાં આવતા દર્દીઓને ઇન્જેક્શન, બાટલાઓ ચડાવી તેમજ સગર્ભા મહિલાઓની ડીલેવરીઓ પણ કરાવે છે. ત્યારે આવા આયુર્વેદિક ડોક્ટરો સામે કાર્યવાહી કરવા જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી માંગ કરી છે.

દાંતીવાડા તાલુકાના બી.એસ.એફ. કોલોની અને પાંથાવાડામાં જેગોલ સહિતના વિસ્તારોમાં આયુર્વેદિક ડીગ્રી ધરાવતા ડોકટરો મોટો દવાખાના ખોલી પોતાની ડીગ્રીના નિયમ વિરુદ્ધ તેમને ત્યાં આવતા દર્દીઓને હાયર એન્ટિબાયોટિક ગોળીઓ પધરાવી તેમજ ઇન્જેક્શન બાટલાઓ ચડાવી તેમજ સગર્ભા મહિલાઓની ડીલેવરીઓ કરાવી મોટી રકમ પડાવે છે. પાંથાવાડામાં તો ઘણા ડીગ્રી વગરના લોકો પણ ડોકટર બની બેસી ગયા છે. આવા ડોક્ટરો દવાખાને આવતી ગામડાની ભોળી પ્રજાની જિંદગી સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. જેથી જિલ્લા આરોગ્ય અધિકારી દાંતીવાડા તેમજ પાંથાવાડા-જેગોલ સહિતના વિસ્તારોમાં ઓચિંતી તપાસ કરાવી નિયમ વિરુદ્ધ પ્રેક્ટિસ કરતા ડોકટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

જાગૃત નાગરિક નરેશ બારોટે જણાવ્યું કે એલોપથી પ્રેક્ટિસ કરતાં આયુર્વેદિક ડોકટરો સામે કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા રજુઆત બાદ પાંથાવાડાના એક આયુર્વેદિક ડો.મોહિતરાય વિરુદ્ધ કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરાઈ છે.પરંતુ હજી ઘણા ડોક્ટરો એલોપથી પદ્ધતિથી પ્રેક્ટિસ કરી લોકોની જિંદગી સાથે ચેડા કરે છે,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો