તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખેડૂત મ્યુઝિયમ પાછળ કરેલો રૂ.1.70કરોડ ખર્ચ પાણીમાં

દાંતીવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિઝિટલ ડિસ્પ્લે અને સાધન ખરીદી પણ બાકી

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 1.70 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સ્મૃતિ કેન્દ્ર (મ્યુઝિયમ) બનાવવામાં આવ્યું છે. જોકે કરોડો રૂપિયા ખર્ચાયા છે છતાં આ મ્યુઝિયમ હાલ નકામું બન્યું છે. હાલમાં આ મ્યુઝિયમ શોભના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યું છે. દાંતીવાડા કેમ્પસમાં નવા બનેલા મ્યુઝિયમના બિલ્ડીંગની બાજુમાં જ બીજું સરદાર સ્મૃતિ કેન્દ્રનું કરોડો રૂપિયાના ખર્ચે સને 2009ની સાલમાં બનાવેલું છે. છતાં ફરી 1‌ કરોડ 70 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચ કરી બીજું મ્યુઝિયમ બનાવતા તાલુકામાં ઠેરઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.

કૃષિ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ ખેતી વિષયક સંશોધન કરી નવા નવા હાઈબ્રીડ બિયારણો બનાવીને ખેડૂતોને સધર કરવાના હોય છે. ત્યારે અહીં કૃષિ યુનિવર્સિટીમાં અનેક જુના વૃક્ષો કાપી આડેધડ બાંધકામ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠવા પામી છે. અહીં બનાવેલ મ્યુઝિયમ તૈયાર છે પણ તેમાં ગ્રાન્ટના અભાવે હાઈટેક ડીઝીટલ ડિસ્પ્લે અને ખેડૂતલક્ષી પ્રદર્શનના વિવિધ સાધનોની ખરીદી પણ થઈ શકી નથી. જેના કારણે હાલતો આ મ્યુઝિયમ નકામું બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...