તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદા દાદીનો ઓટલો:પાંથાવાડા પ્રા. શાળાના શિક્ષક સંસ્કારોના સિંચન માટે સ્લમ વિસ્તારમાં 50 બાળકોને જૂની રમતો રમાડે છે

પાંથાવાડા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
શિક્ષક દ્વારા દર રવિવારે સ્લમ વિસ્તારમાં જઇ બાળકોને ભેગા કરી દાદા દાદીનો ઓટલો કાર્યક્રમ કરવામાં આવે છે. - Divya Bhaskar
શિક્ષક દ્વારા દર રવિવારે સ્લમ વિસ્તારમાં જઇ બાળકોને ભેગા કરી દાદા દાદીનો ઓટલો કાર્યક્રમ કરવામાં આવે છે.
 • દાદા દાદીનો ઓટલો :

દાંતીવાડા તાલુકાની પાંથાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઇ પરમાર શૈક્ષણિક કાર્યમાં ઇનોવેટીવ કાર્ય અને અવનવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. આ માટે તેઓ દર રવિવારે સ્લમ વિસ્તારમાં જઇ બાળકોને ભેગા કરી દાદા દાદીનો ઓટલો કાર્યક્રમ કરે છે. પાંથાવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઇ પરમાર વર્ષ 2017 થી બાળ સેવા અને માતૃભાષાના સંવર્ધન માટે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં દાદા દાદીનો ઓટલો નામથી દર રવિવારે સ્લમ વિસ્તારના બાળકો સાથે બે કલાકનો કાર્યક્રમ કરે છે.

ભરતભાઈ પરમારનો આ કાર્યક્રમ કરવાનો ઉદેશ્ય યાંત્રિક અને ટેકનોલોજી આધારિત જીવનશૈલીમાં બાળકોને જૂના રિત રિવાજ, જૂની રમતો, પારંપારિક તેમજ વિસરાઈ જતી વિરાસત, વારસાને કથા, કથન, કળા અને મનોરંજનના માધ્યમથી જીવંત રાખે છે. આમાં તેઓ દ્વારા સ્લમ વિસ્તારમાં 50 જેટલા બાળકો એકઠા કરી યજમાન તરીકે કોઈપણ દાદા, દાદી કે અન્ય વ્યક્તિઓને આ કાર્યક્રમમાં બોલાવીને સંસ્કાર સિંચન કરવાનું કાર્ય કરવામાં આવે છે. સાથે સાથે જૂના જમાનાની વાતો કરી જૂની રમતો રમાડી બાળકોને નાસ્તો આપવામાં આવે છે.

દાદા દાદી નો ઓટલાનો ઉદેશ્ય
1. પારંપરિક અને વિસરાઈ જતી વીરાસતને જીવંત રાખવાનો
2. જૂની પેઢીના નોલેજને આજની પેઢીમાં ઉપલબ્ધ કરવાનો.
3. બાળકોને સંસ્કાર.
4. મોબાઈલ કલ્ચરલથી દૂર કરી જૂની રમત પ્રત્યે લગાવ લાવવા

ઢીંગલાના રમકડાની રાજ્યકક્ષાના રમકડાં મેળામાં પસંદગી
ભરતભાઇ દ્વારા ચુંબકના આકર્ષણ અને અપાકર્ષણ આધારિત જાદુઈ ઢીંગલાનું રમકડું બનાવવામાં આવ્યું છે. રમકડા થકી બાળકો સ્વ પ્રયત્ને સામાન્ય જ્ઞાન મેળવે છે. આ રમકડું વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે આર્શીવાદરૂપ છે. દિવ્યાંગ, બહેરા, મૂંગા બાળકો માટે આ એક ઉત્તમ રમકડું છે. જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર દ્વારા યોજાયેલ રાજ્ય કક્ષાના રમકડા મેળામાં પણ આ રમકડું પસંદગી પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો