તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:દાંતીવાડા તાલુકામાં આયોજનના બજેટમાં ભાગ પાડતાં આક્રોશ

દાંતીવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 ટકા વિવેકાધીન આયોજનમાં 1 કરોડ 25 લાખ તાલુકાના વિકાસ કામમાં વપરાશે

દાંતીવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધાનેરા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને 12 માર્ચે મળેલી મિટિંગમાં 15 ટકા વિવેકાધીન આયોજન કર્યું હતું. જેમાં 1 કરોડ 25 લાખના બજેટ ફાળવણીમાં કોંગ્રેસ દ્વારા પોતાના મત વિસ્તારને લગતા ગામડાઓમાં ભાગ પાડી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે ભાજપ સહિત તાલુકાના સરપંચોમાં પણ અંદર ખાને કચવાટ જોવા મળ્યો છે.

દાંતીવાડા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા પર છે. પરંતુ ધારાસભ્ય સહિત જિલ્લાની એક સીટ બાદ કરતાં બે સીટ કોંગ્રેસ પાસે છે. જેમાં 1 કરોડ 25 લાખના બજેટ ફાળવણીમાં કોંગ્રેસ દ્વારા પોતાના મત વિસ્તારને લગતા ગામડાઓમાં ભાગ પાડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે આયોજનની ગ્રાન્ટ કોંગ્રેસ દ્વારા જ વહેંચણી કરાઇ હોય તેવું સામે આવતા અમુક કોંગ્રેસના તાલુકા ડેલીગેટ પણ બજેટ બાબતે અન્યાય કરાયો હોય તેવું કહી રહ્યા છે. ત્યારે હાલમાં અડધો મહિના જેટલો સમય થવા આવ્યો છતાં આયોજનના બજેટમાં કોઇ આગળની કાર્યવાહી કરી નથી. જેના લીધે દાંતીવાડા તાલુકાનું આ બજેટ લટકી પડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે આ બાબતે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી આયોજન પ્રક્રિયામાં હોવાનું જણાવી રહ્યા છે. જયારે ભાજપ સત્તાધીશ દાંતીવાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રમેશ ઘાડિયાએ જણાવ્યું કે ‘ધારાસભ્ય સાથે વાત થઈ છે, એક-બે દિવસમાં થોડા સુધારા-વધારા કરવાની વાત કરી છે.

દાંતીવાડા તાલુકા પંચાયતમાં 12મી માર્ચે 15% વિવેકાધીન આયોજનની મિટિંગ બોલાવી હતી. જેમાં 25 લાખ ધારાસભ્ય, 25-25 લાખ કોંગ્રેસના બે જિલ્લા ડેલીગેટ, 25 લાખ તાલુકા પ્રમુખ અને 5 લાખ તાલુકા પંચાયત કચેરી સહિત ભાગલા પાડી દેવાતા ભાજપ દ્વારા વિરોધ કરાવવામાં આવતા હાલ પૂરતું આ આયોજનનું બજેટ લટકી પડ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો