તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓની રોજી છીનવાઈ:દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ વર્ષોથી ચાલતી 20 દુકાનો બંધ કરાવતાં રોષ

દાંતીવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલીસ વર્ષેથી ભાડા કરારથી દુકાનો ચાલતી હતી

દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં છેલ્લા 40 વર્ષથી વેપાર કરતા વેપારીઓની દુકાનો નવા નિમાયેલા કુલપતિએ અચાનક બંધ કરાવી દેતા દુકાનદારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.જેને લઈ વેપારીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના કેમ્પસની અંદર વર્ષોથી ખુલ્લા પ્લોટમાં દુકાનો બાંધી હતી. જેમાં કુલ 20 દુકાનદારો શાકભાજી, કરીયાણા સહિતનો વેપાર કરતા હતા. જેના કારણે યુનિવર્સિટી અંદરના કર્મચારીઓ, વિદ્યાર્થીઓને પણ રોજિંદી જીવન જરૂરિયાતની કરિયાણા સહિતની વસ્તુઓ અંદરથી જ મળી જતી હતી. પરંતુ અચાનક કુલપતિએ આ દુકાનો બંધ કરવાનું ફરમાન કરતા સિક્યુરિટીએ તમામ દુકાનો હાલમાં બંધ કરાવી દીધી છે.

વેપારીઓએ કુલપતિને મળી રજુઆત કર્યા બાદ પણ આજદિન સુધી એક પણ દુકાન ચાલુ કરવા માટે કહેવામાં આવ્યું નથી. દુકાનદારોના જણાવ્યા અનુસાર ‘કુલપતિ આર.એમ.ચૌહાણએ માત્ર મૌખિ સૂચના આપ્યા બાદ સિક્યુરિટીએ આ તમામ દુકાનો બંધ કરાવી દીધી છે. હજી સુધી કોઈ લેખિતમાં જાણ કરવામાં આવી નથી.’ વેપારીઓની દુકાનો અચાનક બંધ કરાવી તાળા મારી દેવામાં આવ્યા છે. જેના લીધે વેપારીઓ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે.’

40 વર્ષથી ભાડા કરાર રિન્યુ કરતા નથી
દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં 40 વર્ષથી દુકાનો ચાલુ હતી. જેમાં દરેક વેપારી મહિને 400 રૂપિયા ભાડું ચૂકવતો હતો. છતાં પણ તમામ દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. વર્ષો પહેલા યુનિવર્સિટીએ દુકાનો બાંધવા પ્લોટ ફાળવ્યા હતા ત્યારે અમારી સાથે 11 મહિનાનો ભાડા કરાર કર્યો હતો તે કરાર આજદિન સુધી રીન્યુ કર્યો નથી અને દર મહિને ભાડું વસૂલી લેવામાં આવતું હતું. દુકાનો બંધ કરાવવાનો હેતુ શું છે તે અમને જાણ કરવામાં આવી નથી. દુકાનો બંધ કરાવતા અમારું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. દુકાનમાં લાખો રૂપિયાનો માલ-સામાન બગડી રહ્યો છે.’વેપારીઓ

અન્ય સમાચારો પણ છે...