તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:દાંતીવાડા કૃષિ યુનિર્વસિટીમાં પશુઓની હરાજી મોકૂફ રખાતાં ખેડૂતોમાં આક્રોશ

દાંતીવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હરાજી મોકૂફ રખાતાં ખેડૂતોમાં આક્રોશ પ્રસરી ગયો હતો. - Divya Bhaskar
હરાજી મોકૂફ રખાતાં ખેડૂતોમાં આક્રોશ પ્રસરી ગયો હતો.
 • ગુજરાત સહિત મહારાષ્ટ્ર,તમિલનાડુથી આવેલા ખેડૂતો અટવાયા

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા મંગળવારે યોજવામાં આવેલી સંવર્ધન કરેલા સારી ઓલાદના પશુઓની હરાજીની પ્રક્રિયા એકાએક મોકુફ રાખવામાં આવતાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, તમિલનાડુથી મોટી સંખ્યામાં આવેલા ખેડૂતોમાં ભારે આક્રોશ પ્રસર્યો હતો. દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા 17 ડિસેમ્બર 95 પશુઓ કાંકરેજી 53 ગાયો વાછરડા-10, ભેંસ -17 પાડી -2ની હરાજીમાં ભાગ લેવા જાહેરાત અપાઇ હતી.

જેના પગલે મંગળવારના વહેલી સવારે મોટી સંખ્યામાં ખેડૂતો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આવ્યા હતા. જોકે, હરાજી મોકુફ રાખવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવતાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, તમીલનાડુથી આવેલા ખેડૂતોમાં ભારે આક્રોશ પ્રસરી જવા પામ્યો હતો. જેમણે યુનિવર્સિટીના સત્તાધીશો સામે ઉગ્ર દેખાવો કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, છેવટે પોલીસ અને અધિકારીઓ સાથે ખેડૂતોએ મંત્રણા કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

ઉચ્ચકક્ષાએથી સુચના મળતાં હરાજી બંધ
સંવર્ધન કરેલા પશુઓની હરાજી માટે જાહેરાત આપી હતી. જોકે, ઉપરથી એવી સૂચના મળી હતી કે,હરાજી બંધ રાખવી પરંતુ શા કારણે હરાજી બંધ રાખવામાં આવી છે. તેની ખબર નથી. આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે. :ડો.એચ.એચ પંચાસરા (સંશોધન વૈજ્ઞાનિક-સ.કૃષિ.ન.યુ-દાંતીવાડા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો