તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:માતા કોરોનામાં સપડાયા છતાં દાંતીવાડામાં નર્સે લોકોને સમજ આપવા ઘરે-ઘરે ફરીને 95 ટકા વેક્સિનેશનની કામગીરી કરી

દાંતીવાડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં દાંતીવાડા આરોગ્ય વિભાગે વેક્સિનની કામગીરી વેગવંતી કરી છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કુસુમબેન વેલારીના માતા હૃદયથી બીમાર અને કોરોનામાં સપડાયા છતાં ઘરે-ઘર આશાવર્કરો સાથે પહોંચી લોકોના મનમાં રહેલા વેક્સિનના ખોટા ડરને દૂર કરે છે. તેમજ સાથે લોકોને વેક્સિનની ખરી સમજ પણ આપી 92 ટકા જેટલી વેક્સિનની શ્રેષ્ઠ કામગીરી કરી ચુક્યા છે. તેઓએ સોશિયલ મિડીયાનો સહારો પણ લઇ 45 થી 60 વર્ષના લોકોને વધુને વધુ વેક્સિન લેવા માટે પ્રેરિત કર્યા છે.

હાલમાં વેક્સિન મુકવા માટે લોકોમાં જાગૃતિ આવતા દરરોજ સામેથી આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 4474 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેમાં કુસુમબેન વેલારીએ અત્યાર સુધીમાં લગભગ 607 થી વધુ લોકોને રસી મૂકી કોરોના કવચથી તેમને સુરક્ષિત કર્યા છે. તેઓ હજુ રોજેરોજ રસીઓ મૂકી એમનો રસી મૂકવાનો આંક વધારતાં જ જાય છે.

અન્ય સમાચારો પણ છે...