તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંતીવાડા વિદ્યાર્થી મોતનો મામલો:મેસનો લાખોનો વહીવટ મોતનું કારણ: પરિવાર

દાંતીવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૃતક વિદ્યાર્થીના પર્સમાંથી પરિવારને કરિયાણાના બિલની ચિઠ્ઠી મળી આવી હતી,મેસનો વહીવટ કરતો હોવાની રાવ

જય દરજીનો આપઘાતના 21 દિવસ થવા છતાં પોલીસ કડી સુદી પહોંચી નથી. મૃતકના વિદ્યાર્થીના પર્સમાંથી પરિવારને કરિયાણાના બીલની ચિઠ્ઠી મળી આવી હતી. જય મેસનો વહીવટ કરતો હોવાથી લાખોનો વ્યવહાર મોતનું કારણ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

વિરમગામના જય સુરેશભાઈ દરજી (સિંધવ) નો મૃતદેહ ઝેરી પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જે મામલે પરિવારે દીકરાની હત્યા કરાઈ હોવાના લેખિત આક્ષેપ કરી પોલીસમાં રજુઆત કરતા પી.એસ.આઈ. એ એગ્રીકલ્ચરની પી.જી.હોસ્ટેલના વિદ્યાર્થીઓ સહિત રેક્ટરની પૂછપરછ તો હાથ ધરી છે, પરંતુ તપાસના જડમૂળ સુધી પહોંચી શક્યા નથી. ત્યારે પરિવારે વધુ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે જયના પર્સમાંથી દાંતીવાડા બી.એસ.એફ. કોલોનીના એક કરિયાણા દુકાનદારના બીલની ચિઠ્ઠી મળી આવી છે. જેના પરથી લાગી રહ્યું છે કે જય મેસનો પણ લાખોનો વહીવટ સાંભળતો હતો તે પણ તેના મોતનું કારણ હોઈ શકે છે.

પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માંગ ઉઠી
વિદ્યાર્થી આપઘાત મામલે પણ પોલીસ કોઈના દબાવમાં આવ્યા વિના જડ સુધી પહોંચી સાચી હકીકત બહાર લાવે તેવી મૃતક વિદ્યાર્થીના પરિવારજનો સહિત લોકો પણ માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો