તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં દવાખાના આગળ પાણીની પરબમાં ગંદકીના થર

દાંતીવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા પરબની સત્વરે સાફ સફાઈ કરવા માંગ ઉઠી

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ બનાવેલ પાણીની પરબની હાલત જોતા જાણે કોઈ સારસંભાળ લેતું જ ન હોય. યુનિવર્સિટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ અને રાહદારીઓ માટે પીવાના પાણી માટે બનાવાયેલી પરબમાં ગંદકીના ઢગ જામી ગયા છે. જેથી આ પાણીની પરબને યુનિવર્સિટીના સત્તાધીશોઓ સત્વરે ઠીક કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

યુનિવર્સિટીમાં દેખાતી પરબ આમ તો પરોપકારનું પ્રતિક કહેવાય છે. આસપાસના રાહદારીઓ અને દર્દીઓની તરસ બુજાવે છે. પરંતુ અહી દેખાતી આ પરબ ગંદકીનું પ્રતિક બની ચુકી છે. વર્ષો પહેલા લોકોની તરસ છીપાવવા પરબ બનાવી હતી. પરંતુ આજે આ પરબ નોંધારી બની છે. પરબની ચકલી આજુબાજુમાં ગંદકીના ઢગ જામ્યા છે. પરબની અંદર અને બહાર લીલ જોવા મળી રહી છે.

યુનિવર્સિટીના સત્તાધીશ સાફ-સફાઈ પણ કરાવતાં નથી. જેના કરણે પરબમાં પાણી છે પરંતુ પીવાલાયક નથી. જેથી પરબે પાણી પીવા પહોંચતા દર્દીઓનો કહે છે કે સમયસર સાફ સફાઈ કરાવે તો ફરીથી પરબનું પાણી પીવાલાયક બની શકે તેમ છે. પરંતુ સાફ સફાઈના અભાવે લોકો પરબનું પાણી પીવાનું ટાળે છે.

અન્ય સમાચારો પણ છે...