તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયની માંગ:કૃષિ યુનિ. માં છાત્ર અપમૃત્યુ કેસ,મૃતકના પરિવારે ગુનેગારો સામે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી

દાંતીવાડા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસને રજૂઆત કર્યા બાદ યુનિવર્સિટીમાં કુલપતિ સમક્ષ ન્યાયની માંગ કરી

દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં એગ્રી હોસ્ટેલ વિદ્યાર્થી આપઘાત કેસમાં પરિવારના સભ્યો ન્યાય માટે બુધવારે વિરમગામથી દાંતીવાડા ખાતે આવી પોલીસને શંકાસ્પદ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવા લેખિત રજૂઆત કરી હતી, અને બાદમાં યુનિવર્સિટી પહોચી કુલપતિ સમક્ષ ન્યાયની માંગ કરી હતી.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી આપઘાત કેસને એક મહિનો થઈ ગયો છે,ત્યારે દાંતીવાડા પોલીસ પણ આ કેસમાં ઝાઝું ઉકાળી શકી નથી,તપાસથી પણ મૃતક જય સિંધવના પરિવારજનો દાંતીવાડા પોલીસની તપાસમાં સંતોષ ન હોવાથી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.વિરમગામ થી આવેલા પરિવાર જનો દાંતીવાડા પોલીસ મથકે જઈ પીએસઆઇ સાથે મુલાકાત કરી ગુનેગારો સામે ગુનો દાખલ કરવામાં લેખિત માગણી કરી હતી. ત્યારે પરિવારે મૃતક જય સિંધવ કેસમાં પી.એસ.આઈ અજય ચૌધરીને રૂબરૂ મુલાકાત કરી પૂછ્યું હતું કે હજી સુધી યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અમારી પાસે સત્તા નથી. તે માટે અમારે ઉપલા અધિકારીની પરમિશન લેવી પડે છે.

જે બાદ પરિવારના સભ્યો દ્વારા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આર.એમ. ચૌહાણ સાથે મુલાકાત કરતા કુલપતિએ માત્ર પોલીસ તપાસ ચાલુ છે અને આ બાબતે હું મારું કોઈ મંતવ્ય જણાવી શકીશ નહિ તેવું પરિવારને જણાવ્યું હતું.કુલપતિને મળવા પહોંચેલા પરિવારના મોબાઈલ સિક્યુરિટી ગાર્ડે જપ્ત કરી લીધા. જ્યારે પરિવાર કુલપતિને મળવા પહોંચ્યો ત્યારે કોન્ફરન્સ હોલની બહાર જ તમામના મોબાઈલ સિક્યુરિટી ગાર્ડ પાસે જપ્ત કરવી દીધા હતા,અને મુલાકાત બાદ પરત આપ્યા હતા,જેને લઈ કુલપતિ આર.એમ ચૌહાણની સામે પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી.

પાલનપુર ડી.વાય.એસ.પીએ ડીસા મોકલી દીધો
મૃતક વિદ્યાર્થી જય સિંધવનો પરિવાર ન્યાય માટે બનાસકાંઠા એસ.પી ની કચેરીએ પહોંચ્યો હતો, જ્યાં પાલનપુર ડી.વાય.એસ.પી. એ પરિવારને ડીસાના ડી.વાય.એસ.પી જોડે મોકલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો